સુરત
સુરતમાં વરસાદને કારણે એક યુવકને કરંટ લાગતા મોત થયું છે. ૩૫ વર્ષીય યુવક ડ્ઢ મ્ પટેલ પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આઇસ્ક્રીમનું કાઉન્ટર ચલાવતો હતો. વરસાદ વરસતા લગ્નનાં મંડપ પાણીમાં ભીનો થઈ ગયો હતો. આ દરમિયાન મંડપના લોખંડના પાઇપમાં કરંટ ઉતરી આવતા યુવકને કરંટ લાગ્યો હતો. ત્યાર બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃતક જાહેર કર્યો હતો. યુવક મૂળ રાજસ્થાનનો વતની હતો અને તે સુરતમાં ૧૦ વર્ષ થી આઈસ્ક્રીમનો ધંધો કરતો હતો. યુવકનું અચાનક કરંટ લાગવાથી મોત નિપજતા બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


