Gujarat

જામનગર જિલ્લાના યુવાનો ‘યુવા ઉત્સવ સ્પર્ધા’ માં ભાગ લઈ શકશે

જામનગર જિલ્લાના યુવાનો ‘યુવા ઉત્સવ સ્પર્ધા’ માં ભાગ લઈ શકશ

આગામી તા. 17 જુલાઈ સુધીમાં અરજી પત્રક ભરીને પરત જમા કરાવવાના રહેશે

જામનગર  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા અને તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવા માટે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધા અંતર્ગત 33 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવે છે.

આ યુવા ઉત્સવ સ્પર્ધામાં જિલ્લાના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજમાંથી અભ્યાસ કરતા કે અભ્યાસ ન કરતા 15થી 29 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તમામ યુવક- યુવતીઓ ભાગ લઈ શકશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા કક્ષાએથી કન્વીનરશ્રીઓ દ્વારા અરજી પત્રક ફીલ અપ કરી આપવામાં આવશે.

જિલ્લાના ધ્રોલ તાલુકામાં આર્યાવ્રત વિદ્યાલયમાં કન્વીનર શ્રી અંકિત પટેલ (મો નં. 9099755053), જોડિયા તાલુકામાં સાંઈ માધ્યમિક શાળામાં શ્રી જગદીશ વિરમગામા (મો. નં. 9979399062), જામજોધપુર તાલુકામાં આર. એમ. ટીલવા હાઈસ્કૂલ, સીદસરમાં શ્રી અખિલ બુટાણી (મો. નં. 9081171581), કાલાવડ તાલુકામાં જે.પી.એસ. સ્કૂલમાં શ્રી રમેશ ડોંગા (મો. નં. 9974401472), લાલપુર તાલુકામાં સણોસરી માધ્યમિક શાળા ખાતે શ્રી ધીરજ પરમાર (મો. નં. 9426138010) તેમજ જામનગર તાલુકામાં ઘી પટેલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, ધ્રાંગડા ખાતે શ્રી કેતન વાળા (મો. નં. 9725922747)નો સંપર્ક સાધી શકાશે.

જામનગર શહેર વિસ્તારમાંથી ભાગ લેવા માટે ઈચ્છુક વિધાર્થીઓએ જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન- 4, રૂમ નં. 42, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી રૂબરૂ આવીને સ્પર્ધાના ફોર્મ મેળવીને આગામી તા. 17 જુલાઈ સુધીમાં વિગતો ભરીને પરત જમા કરાવવાના રહેશે.

આ અંગે, વધુ વિગતો મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં. 0288- 2571209 પર સંપર્ક સાધી શકશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એમ. આઈ. પઠાણ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

IMG-20230628-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *