Gujarat

અંકલેશ્વર GIDCમાં ટેન્કરની ટક્કરે બાઈક સવાર દપંતીને અડફેટે લેતા ટેન્કરનું ટાયર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે મોત

અંકલેશ્વર
અંકલેશ્વર ય્ૈંડ્ઢઝ્રમાં આવેલી ગ્લેનમાર્ક કંપની પાછળના રોડ પરથી પસાર થઈ રહેલા બાઈક સવારને ટેન્કર ચાલકે અડફેટમાં લેતા બાઇકની પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. બનાવ સંદર્ભે અંકલેશ્વર ય્ૈંડ્ઢઝ્ર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં એક પરિવારની રવિવારની સવાર માતમમાં ફેરવાઈ ગઈ હતી. સવારે એક બાઈક સવાર એક મહિલાને બેસાડીને અંકલેશ્વર ય્ૈંડ્ઢઝ્રમાં આવેલી ગ્લેનમાર્ક કંપનીના પાછળના ભાગે આવેલા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે બાઈક સવારને ટેન્કર ચાલકે અડફેટમાં લેતા બાઈક સવાર અને મહિલા રોડ પર પટકાયા હતાં. જેમાં મહિલા ટેન્કરની સાઈડમાં પટકાતા ટેન્કરનું પાછળનું ટાયર મહિલા ઉપર ફરી વળતા શરીરે ગંભીર ઇજાનોને કારણે સ્થળ પર જ મહિલાનું મોત નીપજ્યું હતુ. અકસ્માતના પગલે આસપાસના લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતાં. અકસ્માતની જાણ થતાં અંકલેશ્વર ય્ૈંડ્ઢઝ્ર પોલીસ મથકે કરવામાં આવતાં પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *