અંબાજી: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી અને ગબ્બર ખાતે વિવિધ માઇ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે ઘણા વીઆઈપી લોકો પણ માતાજીના દર્શન કરવા આવતા હોય છે. તાજેતરમાં બોલીવુડના જાણીતા કલાકાર મનોજ જોશી અંબાજીના મહેમાન બન્યા હતા અને તેમણે અંબાજી અને ગબ્બર ના દર્શન કર્યા હતા.
અંબાજીના મહેમાન બનેલા મનોજ જોશી અંબાજી ખાતે આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગબ્બર ખાતે પહોંચ્યા ત્યારે ગબ્બર તળેટી ખાતે આવેલી 51 શક્તિપીઠ ઓફિસના યોગેશભાઈ જોશી દ્વારા મનોજભાઈ જોશીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગબ્બર ટોચ પર તેમને માતાજીની સાંજની આરતીમાં ભાગ લીધો હતો અને ગબ્બર ટોચના મહારાજ ગિરીશભાઈ લોધા દ્વારા તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. મનોજભાઈ જોશી માતાજીના પરમ ઉપાસક છે અને અવારનવાર તેઓ માતાજીના દર્શન કરવા આવતા હોય છે .મનોજભાઈ જોશીએ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં પણ હાજરી આપી હતી. મનોજ જોષી ગબ્બર આવતા ઘણા માઈ ભક્તોએ તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા. અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં વીઆઈપી લોકો નેતાઓ અભિનેતાઓ દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત ખાતે પણ તેઓ અચૂક દર્શન કરવા જતા હોય છે. અંબાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાા નું પ્રાચીન ધામ છે. મનોજ જોશી મા અંબાના પરમ ઉપાસક છે. મનોજ જોશી ગબ્બર ખાતે આવ્યા ત્યારે તેમને માતાજીની આરાધના કરી હતી અને અખંડ જ્યોત સામે બેસીને માતાજીના દર્શન કર્યા હતા.
રિપોર્ટર સંજીવ રાજપૂત


