GSRTC માં ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પ્રથા કાયમી કામદારો જેવા અનેક મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા થઈ
દેશમાં કાર્યરત અલગ અલગ વિભાગો અને સરકારી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ પોતાની આવાજ ઉઠાવતા રહ્યા છે. બેરોજગારી કોન્ટેક્ટ પ્રથા, ખાનગીકરણ ,મોંઘવારી જેવા અનેકો મુદ્દાઓને લઈ લોકો પોતાની આવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત ઇનટૂક ની વર્કિંગ કમિટીની મીટીંગ યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ ના પડતર માંગણીઓ અને મુદ્દાઓ સાથે આ મિટિંગ મા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આજે તારીખ 23/4/2023 ના રવિવાર ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે આવેલી ચૌધરી સમાજ વિશ્રાંતિ ગૃહ ખાતે ગુજરાતની ઈંટુક વર્કિંગ કમિટી ની મીટીંગ યોજાઇ હતી. મીટીંગ ની શરૂઆત દીપ પ્રજલિત કરી ને કરાઈ હતી . ગુજરાત ના ઇનટૂક ના પ્રમુખ નેષધ દેસાઈ ની આગેવાની માં આ મીટીંગ યોજાઇ હતી. gsrtc ના 20,000 થી વધુ કાયમી કામદારો ઓછા કરવામાં આવ્યા છે તો સાથે સાથે એમાં ખાનગીકરણ, કોન્ટેક્ટ પ્રથા, બેરોજગારી, મોંઘવારી, નવા અમલમાં આવનાર ચાર નવા શ્રમ કાયદાઓ તેમજ સરકાર ની મંજૂરી વિરોધી નીતિઓ અને કામદાર વર્ગની ઉપેક્ષા વગેરે ના મુદ્દાઓ ને લઈ આ મિટિંગમાં ચર્ચા કરવા મા આવી હતી. એસટી કર્મચારી મંડળ પાલનપુર દ્વારા આયોજિત રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ ની મીટીંગમાં મોટી સંખ્યામાં વર્કિંગ કમિટીના સભ્ય હાજર રહ્યા હતા . આ મિટિંગના આયોજક એસ.ટી. કર્મચારી મંડળ પાલનપુર વિભાગના પ્રમુખ રણજીતસિંહ હડિયોલ, રાજુભાઈ દેસાઈ જે આવમીટીંગ નું સુંદર આયોજન કર્યું હતું તેમને મિટિંગમાં ઉપસ્થિત ડેલિકેટો દ્વારા ફુલ હાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે ઇનટુક ગુજરાત પરિવારે આભાર પણ વ્યક્ત કર્યો હતો.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


