ખરા સમયે માર્ગ અકસ્માતમાં લોકોના જીવ બચાવનાર ચાર નાગરિકોને ગુડ સમરિટર્ન એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે.જેમાં વંથલી તાલુકાના ધંધુસર ગામના વતની અરજણભાઈ દીવરાણીયાને પણ કલેકટરશ્રી રચિત રાજના હસ્તે ગુડ સમરિટર્ન એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વધુમાં આવનાર દિવસોમાં પણ અકસ્માતની ઘટના ઘટે ત્યારે તાત્કાલિક અકસ્માતનો ભોગ બનનાર લોકોનો જીવ બચાવવા અને હોસ્પિટલ પહોંચાડવા માટે એક સામાજિક જવાબદારી સમજી તેને નિભાવવા માટે આગળ આવવા અપીલ કરાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી દેવાભાઈ માલમ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા મેયર ગીતાબેન પરમાર, કલેકટર રચિત રાજ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ સહિતના પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં અરજણભાઈ દીવરાણીયા નું સન્માન કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી


