Gujarat

અખંડ ભુમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લાચાર્યજી મહાપ્રભુજીનો 546મો  મહોત્સવ  જામકંડોરણા ખાતે વૈષ્ણવજનોએ  ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી

 જામકંડોરણા સહિત પુરા વિશ્વ મા  શ્રીમદ્ જગતગુરુ  વલ્લભાચાર્ય નો પ્રાગટય ઉજવણી થઇ રહી છે ત્યારે જામકંડોરણા મા વહેલી સવારે થી ભક્તીમય વાતાવરણ વચ્ચે વૈષ્ણવજનમા ભારે આનંદ લાગણી જોવા મળી હતી
જામકંડોરણા ખાતે  ભવ્ય શોભાયાત્રાસાથે પ્રભાતફેરી, પુષ્ટિ ધ્વજ વંદન, વધાઈ કીર્તન, યમુનાષ્ટકના પાઠ, સર્વોત્તમ સ્તોત્રના પાઠ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો  હવેલીઓમાં યોજાયા હતા . પુષ્ટીમાર્ગીય સંપ્રદાયના સ્થાપક આચાર્ય વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટય દિનની જામકંડોરણામાં  શ્રી વ્રજવલ્લભ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ પાલખી યાત્રા મા જયેશભાઈ રાદડિયા સહિત જામકંડોરણા ના વૈષ્ણવ સંપ્રદાયના બહેનો અને ભાઇઓ જોડાયા હતા આ શોભા યાત્રા જામકંડોરણા ના ખાતે આવેલી વૈષ્ણવ સમાજ થી પ્રસ્થાન કરી જામકંડોરણા ના વિવિધ માર્ગ પર નિકળી હતી આ શોભા યાત્રા મા કિર્તન ધોળ હલારી રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વ્રજવલ્લભ સોશ્યલ ગ્રુપ , શ્રીમદ્દ અનિરૂદ્ધ પુષ્ટિમાર્ગીય પાઠશાળા અને શ્રી મહિલા સત્સંગ મંડળ ની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અતુલ લશ્કરી જામકંડોરણા

IMG-20230416-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *