મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના અનારા ગામ ખાતે સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા ગ્રામ શિબિર અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જે અંતર્ગત સ્વયં સેવકો દ્વારા સમગ્ર ગામની સફાઈ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરાઇ હતી. ઉપરાંત મહિલાઓને અભય વચન આપી નિર્ભીક બનાવતી સરકારની ૧૮૧ અભયમ યોજના વિશે કાઉન્સિલર સોનલબેન માયાત્રા તેમજ કોન્સ્ટેબલ પ્રિયાબેન ચાવડા દ્વારા ગ્રામજનોને માહિતી આપી ૧૮૧ વાનના મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. તેમજ ગ્રામજનોને અભયમ એપ પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. ત્યારબાદ એન.એસ.એસ સ્વય સેવકોએ અનારા પગાર કેન્દ્ર શાળાના બાળકોને મધ્યાહન ભોજન પીરસ્યું હતું. કઠલાલ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર નારણભાઈ પારઘી તેમજ જે. કે. પરમારની ઉપસ્થિતિમાં ગ્રામજનોને પોસ્ટ વિભાગની વિભિન્ન યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા ગાહક તકરાર નિવારણ કમિશનના જજ ડૉ. એસ. આર. પંડ્યા સાહેબ તેમજ મદદનીશ નિયામક રવિભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાલક્ષિ વિભિન્ન બાબતો તેમજ ગ્રાહકોના અધિકારોથી પરિચિત કર્યા હતા. ત્યારબાદ ગ્રામજનો પણ ગ્રાહક સુરક્ષા બાબતે જાગૃત થાય તે માટે રેલીનું આયોજન કરાયું હતું.
પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમોનું સુચારૂ સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. પરેશકુમાર પટેલ દ્વારા કરાયું હતું.


