ઇ. એમ. આર. આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત તમામ પ્રોજેકટ તરફ થી મધર્સ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. જેમાં ઇમરજનસી સેવા સાથે સંકળાયેલ કર્મચારીઓ અને તેમની માતાઓ નું મેડિકલ ચેક અપ કરવામા આવ્યું હતું. મધર્સ ને ફૂલ અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
મોબાઈલ હેલ્થ યુનિટ ની મેડીકલ ટીમ દ્વારા માતાઓ નું બ્લડ ટેસ્ટ, સુગર, બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન આંખો ની તપાસ સાથે ચેક અપ કરી આરોગ્ય રિપોર્ટ આપવામા આવેલ આ રીતે માતાઓ પોતાના આરોગ્ય બાબતે સભાનતા કેળવી શકે અને તંદુરસ્ત રહી શકે. અભયમ છોટાઉદેપુર ની ટીમે લાભ લીધો હતો. આરોગ્ય સભાનતા સાથે નો મધર્સ ડે ની ઉજવણી નો પ્રસંગ અનોખો બની રહ્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર