Gujarat

અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં બી.એ.પી.એસ. એશિયા પેસિફિક દિન ઉજવાયો…

સિંગાપોર, થાઈલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાથી લઈને એશિયા પેસિફિકના અનેકવિધ દેશોમાં ભવ્યતાથી ઉજવાયા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવો   – વ્યસનમુક્તિ, પર્યાવરણ જાગૃતિ, આરોગ્યજાગૃતિના યોજાયા કાર્યક્રમો
જુલાઈ ૨૦૨૨માં પેસિફિક મહાસાગરમાં ‘ગ્રેટ બેરીયર રીફ’ માં પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવી વિશિષ્ટ અંજલિ, સમસ્ત વિશ્વની સુખાકારી માટે કરવામાં આવી પ્રાર્થના .નવેમ્બર, 2022માં ઇન્ડોનેશિયામાં બાલી ખાતે યોજાયેલ ‘R20’ રિલિજિયસ ફોરમમાં BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ સનાતન હિન્દુ ધર્મનું  કર્યું હતું પ્રતિનિધિત્વ .એપ્રિલ, ૨૦૨૨ માં સિડનીમાં ‘ઓપેરા હાઉસ’ ખાતે ૩૦૦૦ ભક્તો-ભાવિકોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉજવાયો હતો.નવેમ્બર, 2022માં મેલબોર્નમાં ‘માર્વેલ’ સ્ટેડિયમમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં 7500 ભક્તો-ભાવિકો, 32 સાંસદ સભ્યો અને 212 જેટલી વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ નિમિત્તે સિડનીમાં 60 સ્વયંસેવકો દ્વારા વિશ્વની સૌથી મોટી 1023 કિલોની,  ‘eggless’ મહા અન્નકૂટ કેકનું નિર્માણ, ઓસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સમાં દર્જ થયો રેકોર્ડ
 પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના આકારની કેક બનાવવામાં આવી હતી , કેક બનાવતી સમયે સ્વયંસેવકોએ ૨૫૩૫ વાર ૧૦૮ નામ ધરાવતી સહજાનંદ નામાવલિનો કર્યો હતો પાઠ સપ્ટેમ્બર, ૨૦૨૨માં કેનબેરામાં ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો, BAPSના ઓસ્ટ્રેલિયામાં ૧૦ કરતાં વધુ મંદિરો અને ૫૮ જેટલાં સત્સંગ કેન્દ્રો દ્વારા થઈ રહેલા સામાજિક સંવાદિતા, સેવા અને સંસ્કારપ્રસારના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી સિડનીમાં વિરાટ શિખરબદ્ધ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર નિર્માણાધીન
સિડની, કેનબેરા, મેલબોર્ન, પર્થ, બ્રિસ્બેન, એડિલેડમાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના
ઓગસ્ટ, ૨૦૨૨માં મેલબોર્નમાં પાર્લામેન્ટ ઓફ વિક્ટોરિયાની લાઇબ્રેરીમાં  પ્રસ્થાનત્રયી (શ્રીમદ્ ભગવદ્ ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર) પર BAPS ના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ લખેલાં સ્વામિનારાયણ ભાષ્યો, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે રચેલ સત્સંગદીક્ષા ગ્રંથ અને ડો. કલામ દ્વારા લખાયેલ પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’  અર્પણ કરવામાં આવ્યા…સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો હતો. સંવાદ, વિડિયો, નૃત્ય  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના એશિયા પેસિફિક દેશોમાં સંસ્કૃતિ પ્રસારના કાર્યને દર્શાવતી રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.અનેક અગ્રણીઓએ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પૂજ્ય આચાર્ય ચંદ્રજિત સૂરીજી મહારાજ, જૈન ધર્મગુરુ
પરમ પૂજ્ય વિજય અભયસૂરીશ્વરજી મહારાજ, જૈન ધર્મગુરુ
શ્રી સ્વામી મુકુંદાનંદ, સ્થાપક – જેકે યોગ (જગદગુરુ કૃપાલુજી યોગ)
શ્રી રાજકુમાર રંજન સિંહ – કેન્દ્રીય રાજ્ય મંત્રી – ભારત સરકાર
માનનીય ડેવિડ પાઈન, ભારતમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર
માનનીય નાઓર ગિલોન, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત
માન. બેરી ઓ’ફેરેલ AO, ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર અને ભૂટાનમાં રાજદૂત
માનનીય ચાંગ જે-બોક, ભારતમાં કોરિયાના રાજદૂત
માનનીય જેસન વુડ MP, શેડો મિનિસ્ટર – ઓસ્ટ્રેલિયા સરકાર
માનનીય ડૉ. શંકર પ્રસાદ શર્મા, ભારતમાં નેપાળના રાજદૂત
માનનીય ક્રેગ ઓંડાર્ચી – ભૂતપૂર્વ શેડો મંત્રી – વિક્ટોરિયા રાજ્ય સરકાર, ઓસ્ટ્રેલિયા
માનનીય અસોકા મિલિન્દા મોરાગોડા – ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર
માનનીય અર્દક કાકિમઝાનોવ – ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત
માનનીય ગેનબોલ્ડ ડંબજાવ્ – ભારતમાં મંગોલિયાના રાજદૂત
ડો. અર્જુનસિંહ રાણા – વાઇસ ચાન્સેલર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગર
પ્રો. ડો. બિમલ પટેલ – વાઇસ ચાન્સેલર – રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હાજર રહ્યા હતા….
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230111-WA0086.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *