Gujarat

અમદાવાદમાં અંબાજી મંદિરમાં સ્થાપિત થનારા મેરુ શ્રી યંત્રનાં હજારો ભક્તોએ દર્શન કર્યા

બનાસકાંઠા
રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરમાં દેશ-વિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે હવે અહીં આવતા ભક્તોને નવી જ ભેટ મળવા જઈ રહી છે. હવે ભક્તો શક્તિપીઠમાં વિશ્વનું સૌથી મોટા અને મોંઘા મેરુ શ્રી યંત્રના દર્શન કરી શકશે. વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ૨૨૦૦ કિલો વજનનું છે. આ શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન શ્રી યંત્રને ચારધામ અને ચાર મઠની યાત્રા કરાવવામાં આવી હતી. જેથી વિધ્નો ટળી શકે. યાત્રા દરમિયાન યંત્ર અમદાવાદ પહોંચ્યુ હતુ. જ્યાં બે દિવસ દરમિયાન ભક્તોએ તેના દર્શન કર્યા હતા.ચારધામની યાત્રામાં શ્રી યંત્રની પ્રતિકૃતિ રૂપે ૩૨ કિલો વજનનું મેરુ શ્રી યંત્ર લઈ જવામાં આવ્યું હતું. જ્યાં દરેક મંદિર ધામમાં તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ચારધામ યાત્રા પૂર્ણ કરી શાસ્ત્રોતક વિધિ વિધાન અને મંત્રોચાર દ્વારા અંદાજિત એક કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી ૨૨૦૦ કિલો વજનનું અને સાડા ચાર ફૂટ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ધરાવતું યંત્ર તૈયાર કરાયુ છે.આ શ્રી મેરુ યંત્રના નિર્માણ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે જય ભોલે ગ્રુપ દ્વારા ચાર ધામ અને ચાર મઠની યાત્રા શરુ કરવામાં આવી હતી. વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર ૨૨૦૦ કિલો વજનનું છે તેની શ્રી યંત્ર ની પ્રતિયુતિ સમાન આ શ્રી યંત્રને ચારધામ અને ચાર મઠની યાત્રાએ લઈ જઈ ૧૭ દિવસ ૧૭ મંદિર અને ૧૭ રાજયોની સફળ કરીને આ યાત્રાને વિરામ આપ્યો હતો અને તે વિના વિઘ્નપૂર્ણ થાય તે માટે આ યાત્રા કરી હતી.અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા આયોજીત “શ્રી યંત્ર”ને દર્શન માટે બે દિવસ અમદાવાદમાં ખુલ્લુ મુકાયું હતું.મે ૨૦૨૩ અને તા.૨૫ મે ૨૦૨૩ના રોજ એક હજાર ધાર્મિક જનતાએ “શ્રી યંત્ર” ના દર્શન કર્યા હતા અને દર્શનનો લાહ્વો લીધો હતો.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *