Gujarat

અમદાવાદમાં ચાની કીટલીઓ પર છસ્ઝ્રની ટીમો કરશે તપાસ, પેપર કપ મળશે તો કરાશે દંડની કાર્યવાહી

અમદાવાદ
અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. ત્યારબાદ હવે શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(છસ્ઝ્ર)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હવે ચાની કીટલીઓ અને દુકાનો ઉપર તપાસ કરવામાં આવશે. જાે કોઈપણ વ્યક્તિ દ્વારા પેપર કપમાં ચા આપવામાં આવતી હશે, તો આવા ચાની કીટલીઓ અને દુકાનદારોને દંડ કરવામાં આવશે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ ઝોનમાં આવેલી ચાની કીટલીઓ અને દુકાનો ઉપર તપાસ કરવામાં આવશે અને જાે પેપર કપ મળી આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પાનના ગલ્લાઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે, જે કોઈપણ પાનના ગલ્લા ધારકો દ્વારા ગંદકી કરવામાં આવશે તો તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં આવેલી ચાની કીટલીઓ અને પાનના ગલ્લા ઉપર ચેકિંગ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. જ્યાં પણ પાનના ગલ્લાઓ ઉપર ગંદકી જાેવા મળશે, તો તેમને પહેલા સમજાવવામાં આવશે અને ત્યારબાદ પણ ગંદકી કરશે. તો તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવે જે પણ ટી સ્ટોલ અને દુકાનોમાં પેપર કપ ચા આપવામાં આવે છે, તો તેમની સામે પણ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોને એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવાની વ્યવસ્થા શહેરના નિકોલ, અસારવા, નવરંગપુરા, વાસણા અર્બન હેલ્થ સેન્ટર ઉપર કરવામાં આવી છે. આવી એક્યુપ્રેશર સારવારની વ્યવસ્થા દ્ગય્ર્ં સાથે મળી અને અન્ય અર્બન હેલ્થ સેન્ટરો પર પણ કરવામાં આવે તેવા પ્રયાસ કરવા માટે થઈ અને અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

File-01-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *