Gujarat

અમદાવાદમાં જળયાત્રા માટે જગન્નાથ મંદિરમાં બળદગાડા તૈયાર

અમદાવાદ
અમદાવાદમાં યોજાનારી ૧૪૬મી રથયાત્રા પૂર્વે રવિવારે જળયાત્રા યોજાશે. ત્યારે જળયાત્રાને લઇને મંદિરમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનું અનોખુ મહત્વ હોય છે. આવતીકાલે યોજાનારી જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહેવાના છે. રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે. એટલા માટે મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ તૈયારીઓ જળયાત્રામાં પણ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઇને જતા હોય છે તેને તૈયાર કરવામાં આવ્યા છે. ૧૦૮ જેટલા કળશ લઇને સાબરમતી નદી ભૂદરના આરે જવામાં આવે છે. આ તમામ ૧૦૮ કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવે છે. ત્યારબાદ આ જળની પૂજા કરવામાં આવે છે. જે બાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. ત્યારે આ તમામ તૈયારીઓ મંદિરમાં આરંભી દેવામાં આવી છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *