Gujarat

અમદાવાદમાં સાંજે વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

અમદાવાદ
અમદાવાદ શહેરમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર મુકાબલો છે. આ મેચ શરુ થાય તેના થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે બપોરના સમયે ભારે ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે. ૈંઁન્ના ચાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ૈંઁન્માં વરસાદ વિધ્ન બને તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં એસજી હાઈવે, થલતેજ, આશ્રમરોડ, સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે થલતેજ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. શહેરના ગોતા, ચાંદલોડિયા, વાડજ સહિત શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટેરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના એસ જી હાઇવે અને વૈષ્ણવ દેવી વિસ્તાર આસપાસ કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *