વ્યાજખોરોનાં ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. તેના પરિણામો સામે આવી રહ્યા છે.
જૂનાગઢમાં રહેલા અમનભાઈ મહિડાના એક પરિવારજનને અકસ્માત નડતા નાછૂટકે તેમણે તાત્કાલિક રૂ. ૩૦,૦૦૦ ૧૦ ટકા વ્યાજે લેવા પંડ્યા હતા. જેમાંથી અમનભાઈએ ૨૬ જેટલા રૂપિયા ભરપાઈ પણ કરી આપ્યા હતા. પરંતુ વ્યાજખોરો ખૂબ ત્રાસ આપી રહ્યા હતા. મરવાની ધમકી, બાઈક જૂટી લેવી, મારકૂટ…વગેરે મુશ્કેલીઓ. આ સ્થિતિમાં અમનભાઈએ જૂનાગઢ પોલીસનો સંપર્ક કર્યો અને ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલ્યાના નેતૃત્વમાં તપાસ હાથ ધરી અવાર-નવાર હેરાન કરનાર વ્યાજખોરનાં ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી.
અમનભાઈ અને તેમના માતા જરીનાબેન જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરતાં કહે છે કે, વ્યાજખોરોના ત્રાસથી ભારે મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી. વ્યાજે લીધેલ પૈસાના હપ્તા પણ ભરવા છતાં અવાર નવાર ત્રાસ આપવામાં આવતો હતો. જેથી ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલ્યાને આપવીતી જણાવતા તેમણે ખૂબ મદદ કરી હતી અને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ આપાવી હતી.


