Gujarat

અમરેલી 108 ના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી

આરોગ્ય વિભાગ તેમજ વન વિભાગ ના અઘિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમીતે ઈ.એમ. આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા સંચાલીત 108 ઈમરજન્સી સેવાના અને ખીલખીલાટ ના કર્મચારીઓ દ્વારા તેમજ આરોગ્ય વિભાગ અને વન વિભાગ ના અઘિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાવરકુંડલા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના આર.એમ.ઓ. શ્રી ગોહિલ સાહેબ તથા ડો.તરસરિયા સાહેબ તેમજ અન્ય મેડિકલ ઓફિસર અને હોસ્પિટલ સ્ટાફ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના ફોરેસ્ટ ઓફિસર શ્રી લાધવા મેડમ, જોશી મેડમ, તેમજ મકવાણા સાહેબ તેમજ 108 ના જિલ્લા અધિકારી અમાનતઅલી નકવી ની હાજરી માં સાવરકુંડલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અમરેલી જિલ્લા મા અલગ અલગ આવેલ 108 તેમજ ખીલખીલાટ ના લોકેશન પરના કર્મચારીઓએ દ્વારા પણ વૃક્ષારોપણ કરી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230608-WA0093.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *