અમરેલી ખાતે ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશનનું લોકાર્પણ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ડીવાયએસપી જે.પી.ભંડેરી સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું…
BND એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા બનાવેલા ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન તારીખ 19 માર્ચ 2023 ના રોજ માનનીય શ્રી કૌશિકભાઈ વેકરીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું છે.
વિઓ : આજ રોજ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ડીવાયએસપી જે.પી.ભંડેરી સાહેબ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો…
તેમજ અમરેલી ધારાસભ્ય,ડીવાયએસપી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નું પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરાયા હતા…
માનનીય વડાપ્રધાન અને ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્કેપ નીતિની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ હેઠળ, એક વર્ષ પહેલા, ગુજરાત રાજ્ય સરકારે, દેશમાં સૌપ્રથમ, “opp- ધોરણેઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલીસી બનાવીને 204 ફિટનેસ સ્ટેશન અને 3 સ્ટેપ યાર્ડને પ્રાથમિક મંજૂરી આપી હતી. જેને અનુલક્ષીને ગુજરાતની BND એનર્જી પ્રાઇવેટ લિમિટેડે કંપની દ્વારા સરકારી પ્રક્રિયા પૂર્ણ કરી ભારતના પ્રથમ 4 સ્ટેશન(સુરત,ભરૂચ અમરેલી અને મેહસાણા) ની મંજૂરી મળેલ છે…
ભારત સરકારે ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલિસીની જાહેરાત કર્યા પછી અમરેલીમાં ઓટોમેટિક વ્હીકલ ટેસ્ટિંગ સ્ટેશન શરૂ થયું. આ સ્ટેશન ભારતનું ચોથું સ્ટેશન છે…
અમરેલીમાં લોકાર્પણ પછી, કંપની માર્ચના અંત સુધીમાં મુન્દ્રા, હજીરા અને વલસાડ સહિત 06 સ્થળોએ ટોટલ 10 ફિટનેસ સ્ટેશનો ખોલશે એમ તેમાં જણાવાયું છે. BND કંપનીનું લક્ષ્ય ગુજરાત રાજ્યમાં 20 ફિટનેસ સ્ટેશન ખોલવાનું છે. તદનુસાર, જુલાઈ 2022 સુધીમાં 20 ફિટનેસ સ્ટેશન કાર્યરત થશે. BND કંપની ભારતના વિવિધ રાજ્યોમાં 80 ફિટનેસ સ્ટેશન સાથે કુલ 100 ફિટનેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે…
BND એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની વિવિધ ઓટોમેશન ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. HSRP(વાહન રજીસ્ટ્રેશન નંબર પ્લેટ) અને એઆઈએસ 140 જીપીએસનું મેન્યુફેક્ચરિંગ કરનાર એક માત્ર ગુજરાતની કંપની છે. આ કંપની વિવિધ રાજ્યમાં પોતાનું માર્કેટિંગ કરાવે છે. અને રાજ્ય સરકાર વિભાગમાં એમ પેનલમેન્ટ છે…
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત અમરેલીના ધારાસભ્ય અને ભારત સરકાર ના દંડક શ્રી એવા કૌશિકભાઈ વેકરીયા અને ડીવાયએસપી જે.પી.ભંડેરી સાહેબ,અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી રેખાબેન મોવલીયા તેમજ મહેમાન શ્રી ઓ અને કંપનીઓના કર્મચારીઓ અને આજુબાજુના ગામડાઓ માંથી આવેલા મહેમાનો અને બહોળી સઁખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા…..
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


