Gujarat

અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્લા બે વર્ષથી ફરાર કાચા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૧૭/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ મુજબના ગુનાના કામે અમરેલી જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદીને નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુઓમોટો રીટ પીટીશન નંબર ૦૧/૨૦૨૦ ના કામે થયેલ હુકમના આધારે ગુજરાત સરકારશ્રી દ્વારા તા.૨૪/૦૩/૨૦૨૦ ના રોજ પરિપત્ર નંબર જે.એલ.કે./૩૯૨૦૨૦/ જી.ઓ.આઇ. /૧૩/જે થી હાઇપાવર કમિટીની તા.૨૮/૦૩/૨૦૨૦ ની ગાઇડલાઇન તથા માર્ગદર્શન મુજબ તા.૨૮/૦૩/૨૦૨૦ ના રોજ મુક્ત કરવામાં આવેલ અને મજકુર કેદીને તા.૩૧/૧૨/૨૦૨૦ ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો. અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી. ટીમને મળેલ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ફરાર થયેલ કેદીને આજ રોજ તા.૧૬/૦૪/૨૦૨૩ નાં સુરત મુકામેથી પકડી પાડી, અમરેલી જિલ્લા જેલ ખાતે કેદમાં રહેવા સારૂ મોકલી આપેલ છે.
પકડાયેલ કેદીનું નામઃ-
નરેશભાઈ ચંદ્રકાંતભાઇ ત્રિવેદી, ઉ.વ.૬૬, રહે.જામનગર, ૯-પટેલ કોલોની, ભારદીયા ઇન્ડસ્ટ્રીઝની સામે, જિ.જામનગર,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, કિશનભાઇ આસોદરીયા, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

0807c0a95e36426bb7688e81e09b57f1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *