મોટી કુકાવાવ વ્યાસખોર વિરુદ્ધ કુકાવાવ શહેરમાં માયક ફેરવી અને જાણકારી આપવામાં આવી બસ સ્ટેન્ડ ચોક મેન બજાર સુભાષ શોખ ભક્તિનગર પ્લોટ નાજાપુર દરવાજો સહિતના બજારોમાં જાણકારી આપવામાં આવી હતી
આથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે, અમરેલી જીલ્લા પોલીસ દ્વારા તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી વ્યાજખોરી નાબુદી ઝુંબેશ રાખેલ છે. જેથી આપ ભોગ બનનાર હોઇ અને આપની પાસેથી સરકારશ્રી દ્વારા નિયત કરેલ વ્યાજદર થી વધુ વ્યાજદર વસુલવામાં આવતું હોય તો, નજીકનાં પોલીસ સ્ટેશન અથવા નીચેની કચેરીએ રૂબરૂ/ટપાલથી નામ જોગ ફરીયાદ આપી શકો
છો. આપની ફરીયાદ પર યોગ્ય તપાસ કરી, ગુન્હો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જરૂર જણાય તો આવા નાણા ધીરધાર સામે પાસા સુધીનીપણ કાર્યવાહી કરવામાં આવશે.
નાણા ધીરધાર વ્યકિત/પેઢી વાર્ષિક ૧૫% વ્યાજદર (કોઇપણ જાતની સીકયુરીટી વગર આપેલ લોન) અને વાર્ષિક ૧૨% વ્યાજદર (સીકયુરીટી લઇને આપેલ લોન) વસુલ કરી શકે છે.
૭ નાણા ધીરધાર કોઇપણ વ્યકિત લાયસન્સ વગર વ્યાજે નાણા આપી શકતા નથી.
શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી. કચેરીનું સરનામું પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ચિતલ રોડ,અમરેલી.
શ્રી જે.પી. ભંડારી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી વિભાગ,અમરેલી. કચેરીનું સરનામું નાયબ પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી બહુમાળી ભવન,અમરેલી.
ફોનઃ (૦૨૭૯૨)૨૨૨૧૩૨
રિપોર્ટ રસિક વેગડા મોટી કુકાવાવ


