Gujarat

અમરેલી જિલ્લા પોલીસની નવી પહેલ વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન

આગામી દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે  જિલ્લા તાલીમ કેન્દ્ર,પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવનાર છે.

         તારીખ ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ યોજનાર લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકોએ પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે લાવવાની રહેશે.  આ વ્યાજખોર વિરુદ્ધ યોજનાર લોકદરબાર અંગે વધુ માહિતી મેળવવા નાગરિકો અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ૦૨૭૯૨-૨૨૩૪૯૮ પર સંપર્ક કરી શકે છે.

*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230104-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *