Gujarat

અમરેલી જિલ્લા  ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવેલ

આજરોજ સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા  ૧૦૮ ઇમરજન્સી સેવા, ખિલખિલાટ સેવા,૧૯૬૨ સેવાના કર્મચારીઓ દ્વારા કેક કાપી ને  નવા વર્ષની ઉજવણી કરવામાં આવેલ હતી.
નવું વર્ષ બધા માટે લાભદાયક,આરોગ્યમય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે તેવી શુભકામના પાઠવી હતી સાથે સાથે નવા વર્ષમાં બધા કર્મચારીઓ એ ફરજનિષ્ઠા, પ્રમાણિકતા,નિ:સ્વાર્થ ભાવે  પીડિતોની સેવા કરવાના સોનેરી સંકલ્પ લેવામાં આવેલ હતા અને ક્રિકેટ અને બેડમિન્ટન ની રમત રમવામાં આવી હતી અને બધા જ કર્મચારી દ્વારા સાથે ભોજન કરેલ હતું  .આ નવા વર્ષની ઉજવણી મા 108 અમરેલી જિલ્લા ના ઈ. એમ. ઈ શ્રી યોગેશ જાની અને મોહમ્મદઅબ્બાસ નાયાનિ તેમજ 1962 સેવાના જયેશ શર્મા હાજર રહેલ અને બધા કર્મચારી ને નવાં વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી અને આ સેવાનિ સરાહના કરેલ.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230103-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *