ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૫૯૫/૨૦૨૨, પ્રોહી. એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ)૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબના ગુનાનો આરોપી છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઇ કાલ તા.૧૪/૦૩/૨૦૨૩ ના રોજ બગસરા ખાતેથી મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
મહેશ ઉર્ફે મચલો રમેશભાઇ સાકરીયા, ઉ.વ.૩૦, રહે.લાઠી, નાની બજાર, પઠાણ શેરી, તા.લાઠી, જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, યાસીનભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


