Gujarat

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે મહુવા સુરત (ડેઈલી) ટ્રેનને સ્ટોપ આપવા ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય એલ ચાવડાએ માનનીય રેલ્વે મંત્રી (રાજ્ય કક્ષા)ના દર્શનાબેન જરદોશને એક લેખિત પત્ર દ્વારા રજૂઆત કરી.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય એલ ચાવડાએ માનનીય રેલવે મંત્રી (રાજ્ય કક્ષા)ના દર્શનાબેન જરદોશને મહુવા સુરત (ડેઈલી) ટ્રેનને વીજપડી ખાતે સ્ટોપ આપવા લેખિત રજૂઆત કરી. આ સંદર્ભે પત્રમાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા તાલુકાનું વીજપડી ગામ એ છેવાડાનું મોટું ગામ હોય ૩૫ ગામનું મધ્ય કેન્દ્ર હોય અને આ વિસ્તારનાં લોકોના આર્થિક વહેવારો સુરત સાથે જોડાયેલા હોય વીજપડી ગામેથી સુરત આવવા જવા ૨૫ જેટલી ખાનગી બસો ચાલતી હોય તો વીજપડી ખાતે સુરત જવા આવવા ટ્રેનના સ્ટોપેજની સુવિધા મળી રહે તે માટે મહુવા સુરત ડેઈલી ટ્રેનને વીજપડી સ્ટોપ આપવા રજૂઆત કરી છે. ઉપરોક્ત વિષય પરત્વેની નકલ  શ્રી પરશોતમભાઈ સોલંકી, પ્રભારી મંત્રી અમરેલી, કૌશિકભાઇ વેકરીયા નાયબ દંડક ગુજરાત વિધાનસભા, શ્રી  નારણભાઈ કાછડીયા સંસદ સભ્ય અમરેલી,શ્રી પરષોતમભાઈ રૂપાલા મત્સ્ય પાલન પશુપાલન મંત્રી શ્રી ભારત સરકાર, શ્રી મહેશભાઈ કસવાલા ધારાસભ્યશ્રી સાવરકુંડલા, રાજેશભાઇ કાબરીયા પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ અમરેલીને પણ રવાના કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *