અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) શ્રી જે.પી.ભંડારી તથા ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી જે.એમ.કડછાનાઓના માર્ગદર્શન મુજબ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.
તા.૦૫/૦૫/૨૦૨૩ ના રોજ અમરેલી શહેરના નાગરીકશ્રી મૌલિકભાઇ રાજેન્દ્રભાઇ દોશી રહે. અમરેલી વાળા અત્રે ‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે આવેલ અને જણાવેલ હોય કે, શાકમાર્કેટથી ખરીદી કરી તેઓના પત્ની ગાડી નંબર GJ 14 AL 6634 લઇ ચિતલ રોડ ઉપર આવેલ તેઓના ઘરે આવેલ તે દરમ્યાન તેઓનું પર્સ રસ્તામાં કયાંક પડી ગયેલ છે. જે અંગે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ના સ્ટાફ દ્વારા રાજકમલ ચોક, ગર્લ્સ કોર્નર પાસેના સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા GJ ૦૩ FS 0062 નંબરની ગાડીના ચાલક ગર્લ્સ કોર્નર પાસેથી બેગ લઇ જતા જોવા મળેલ છે અને ગાડીના નંબર આધારે આર.ટી.ઓ. ડીટેઇલ મેળવી ગાડીના વાહન ચાલકનો સંપર્ક કરી‘‘નેત્રમ” કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી ખાતે બોલાવેલ બાદ તેઓને મૌલિકભાઇ રાજેન્દ્રભાઇ દોશીની પડી ગયેલ ઉપરોકત વસ્તુ બાબતે પુછપરછ કરતા તેઓને સદરહું વસ્તુ ગર્લ્સ કોર્નર પાસે પડેલી મળેલ હોય બાદ મુળ માલિકના જણાવ્યા મુજબના જરૂરી ડોકયુમેન્ટ વાળી બેગ તથા મોબાઇલ ફોન તેઓને બતાવતા આ બેગ તથા મોબાઇલ ફોન તેઓનો હોવાનું જણાવેલ હોય, જે બેગ મુળ માલિકને સહી સલામત સોપી આપેલ છે.
આ કામગીરી ‘‘નેત્રમ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે. એમ. કડછા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ‘‘નેત્રમ‘‘ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલીના ઇન્ચાર્જ હેડ કોન્સ. પ્રવિણભાઇ ભાલીયા, પોલીસ કોન્સ. રાજેશભાઇ હિંગુ, લાભુગીરી ગોસાઇ, અશોકભાઇ ખેતરીયા તથા વૈભવભાઇ ચુડાસમા વિ. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*