Gujarat

અમરેલી ટાઉનમા આનંદનગર વિસ્તારમા જાહેરમા જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડતી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબએ અમરેલી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી દૂર કરવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે. પોલીસ ઇન્સ. શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ આર.એચ,રતન તથા સર્વેલન્સ ટીમ અમરેલી ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલી ચક્કરગઢ રોડ,શેરી નં ૦૩ પાસે જાહેરમા ત્રણ પુરૂષ ઇસમ તથા બે મહીલાને જુગાર રમતા હોય તે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી કુલ રૂ.૧૭૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગારધારાનો કેસ શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ
(૧) વિપુલભાઇ ભીખુભાઇ ધરજીયા ઉ.વ.૩૯ ધંધો મજુરી રહે.અમરેલી,આનંદનગર,શેરી નં.૦૩.
(૨) દિપકભાઇ કનુભાઇ સોલંકી ઉ.વ.૩૩ ધંધો મજુરી, રહે.અમરેલી,બહારપરા,સામુદ્રીમાતાના મંદીર પાસે
(૩) રાજેશભાઇ ભીખાભાઇ ગોહીલ ઉ.વ.૩૪ ધંધો.મજુર રહે અમરેલી,જેસીંગપરા,રામપરા,શેરી નં.૦૩
(૪) સોનલબેન વા/ઓ વિપુલભાઇ ભીખુભાઇ ધરજીયા ઉ.વ.૩૯ ધંધો મજુરી રહે.અમરેલી.આનંદનગર,શેરી નં.૦૩
(૫) તૃપ્તીબેન વા/ઓ દિપકભાઇ સોલંકી ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે.અમરેલી,બહારપરા,સામુદ્રી માતાના મંદીર પાસે
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી ડીવી પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે ના પો.સબ.સબ.ઇન્સ.આર.એચ.રતન તથા સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ સરવૈયા તથા પો.કોન્સ જગદીશભાઇ પોપટ, ધવલભાઇ મકવાણા,અશોકસી મોરી રાજેશભાઇ ચૌધરી તથા મહીલા પો.કોન્સ. અંકીતાબેન ગોહીલ વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230313-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *