ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબએ અમરેલી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી દૂર કરવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના મુજબ અમરેલી સીટી પો.સ્ટે,ની સર્વેલન્સ ટીમ અમરેલી ટાઉનમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમરેલી,સરદાર ચોક પાસે જાહેરમા એક ઇસમ વરલો મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડતો હોય ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી કુલ રૂ.૧૦૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી સીટી પો.સ્ટે.ગુ.રન.નં.૦૨૦૧/૨૦૨૩ જુ.ધા.ક.૧૨(અ) મુજબનો ગુન્હો રજી.કરી ગણનાપાત્ર જુગારધારાનો કેસ શોધી કાઢેલ છે.
પકડાયેલ
આરોપીઓની વિગતઃ- (૧) જયભાઇ અશોકભાઇ વાજા ઉ.વ.૩૧ ધંધો.વેપાર રહે.અમરેલી,નાગનાથ મંદીર પાછળ તા.જી.અમરરેલી,
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ સરવૈયા તથા રાજેન્દ્રભાઇ ચૌધરી પો.કોન્સ જગદીશભાઇ પોપટ, ધવલભાઇ મકવાણા ચીરાગભાઇ માટીયા, વનરાજભાઇ માંજરીયા,વી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


