શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ તથા શ્રી હિમકરસિંહ સાહેબ, પોલીસ અધિક્ષક, અમરેલીનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ચોરી વિગેરેના બનાવો અટકાવવા અને ચોરી કરતા ઇસમોને શોધી કાઢવા સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાં જરૂરી માર્ગદર્શન તળે શ્રી પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનનાઓ અને તેમની ટીમ દ્વારા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં PGVCL ના જુના ટી.સી.ની. જગ્યાએ નવા ટી.સી. બદલી કરવાનું કામ કરનાર ઇસમ દ્વારા PGVCL અમરેલી ડિવિજન-ર ના સ્ટોરમાંથી કુલ-૦૬ નવા ટી.સી, મેળવી તે પોતાના ઘરે લઇ જઇ તેમાંથી કુલ-૮૦ લીટર, કિ.રૂ.૯૬૮૦/- નું ઓઇલ કાઢી લઇ ચોરી કરી ગુન્હો કરતા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી શંકાસ્પદ રીતે ઓઇલ સાથે મળી આવતા પ્રથમ Cr.PC. કલમ-૪૧(૧)(ડી) મુજબ તપાસ કરવામાં આવી. :-
આ કામે મજકુર આરોપી તા.૦૮/૦૨/૨૦૨૨ ના રોજ શંકાસ્પદ રીતે ૮૦/- લીટર ઓઇલ સાથે મળી આવતા તેઓની પુછપરછ કરતા મજકુર આરોપી પાસેનું ઓઇલ ચોરીનું અને મજકુર આરોપીએ કોઇ ગુન્હો કરેલ હોવાનો વ્યાજબી શંક જતા તેના વિરૂધ્ધ Cr.P.C. કલમ- ૪૧(૧)(ડી) મુજબની કાર્યવાહી કરવામાં આવેલ દરમ્યાન મજકુર આરોપીએ PGVCL ના નવા ટી.સી.માંથી ઓઇલ કાઢેલ હોવાની હકિકત જણાવતા PGVCL અમરેલીને જાણ કરતા તેઓએ PGVCL ધારી ડિવીજનને જાણ કરતા તેઓના વિસ્તારમાં નવા ટી.સી. લગાવવાના હોય જેમાંથી મજુકર આરોપીએ ઓઇલ ચોરી કરેલ હોવાની હકિકત સામે આવેલ હતી.
PGVCL દ્વારા શ્રી સરકાર તરફે આપેલ ફરીયાદની ટૂંક વિગત
– અમરેલી રૂરલ પો.સ્ટે. પાર્ટ એ.ગુન્હા રજી. નં.૧૧૧૯૦૦૪૨૩૦૦૭૦/૨૦૨૩ IPC કલમ ૩૭૯, ૪૦૬ મુજબ
આ કામની હકિકત એવી છે કે, આ આરોપીએ PGVCL ધારી-૦ર, સબ ડિવીજન વિસ્તારમાં ખેતી વાડીના ગ્રાહકોના લોડ વધારા માટેના ટી.સી. બદલાવવાના હોય, જે માટે અમરેલી ડિવીજન-૦૨ ના સ્ટોરમાંથી (1) 16 KVA 851 (2) 25 KVA ના ૦૨ SS-2-3071 અને SS-2- 3074 (3) 63 KVA ના 03 435, 470, 474 ના ગેટ પાસ નં.૮૧૧૮ તા.૦૮/૦૨/૨૦૨૩ થી મેળવી ટેમ્પો નં.GJ-13-1-8516 માં લોડ કરી, PGVCL ધારી-૦ર, સબ ડિવીજન ખાતે નહી લઇ જઇ, પોતાના ઘરે લઇ જઇ ગુન્હાહિત વિશ્વાસધાત કરી, ઉપરોક્ત નંબરના નવા ૦૬ ટી.સી.માંથી ૮૦ લીટર ઓઇલ, જેની હાલની ૦૧ લીટર ઓઇલની કિ.રૂ.૧૨૧/- મળી કુલ કિ.રૂ.૯૬૮૦/- ની પોતાના અંગત ઉપયોગ અને પોતાનો આર્થિક ફાયદો મેળવવા સારૂ બદદાનતથી ચોરી કરી કાઢી લઇ ગુન્હો કર્યા વિ.બાબત.
અટક કરવામાંઆવેલ આરોપી
પ્રદિપ સ. ઓ. બાલાભાઇ મંગાભાઇ બતાડા (ભરવાડ) ઉં.વ.૨૦, ધંધો.ટી.સી.બદલવાનો, રહે. અમરેલી, રોકડીયાપરા, ગોકુલનગર, ગુજકો પાછળ, તા.જિ.અમરેલી
આ કામગીરીમાં અમરેલી જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.લક્કડ તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની પોલીસ ટીમ જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


