Gujarat

અમરેલી શહેર ભાજપ દ્વારા તેમની છઠ્ઠી કારોબારી બેઠકનું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું  

29 તારીખ ને સોમવારના રોજ રાત્રે 9 વાગ્યે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા ની અધ્યક્ષતામાં તથા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા તથા શહેર ભાજપ મહામંત્રી રાજેશ માંગરોળીયા ની ઉપસ્થિતિમાં અમરેલી શહેર ભાજપની છઠ્ઠી કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું……
 આ બેઠકમાં શહેર ભાજપના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર દ્વારા શોક ઠરાવ રજૂ કરીને શહેર ભાજપના પ્રમુખ ભાવેશભાઈ સોઢાની દીકરી જીનલ,શહેર ભાજપના ઉપપ્રમુખ દલપતભાઈ ચાવડાના ધર્મપત્ની મનીષાબેન સાવરકુંડલા,લીલીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી તથા રાજ્યના પૂર્વ કૃષિ રાજ્યમંત્રી શ્રી વી.વી વઘાસિયા તથા અમરેલી શહેર ભાજપના કાર્યકર્તા સ્મિત લાખાણી ના પિતા દિલીપભાઈ લાખાણી નું અવસાન થતા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારબાદ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિશોરભાઈ આજુગીયા દ્વારા અભિનંદન ઠરાવ રજૂ કરીને જિલ્લા ભાજપના પ્રમુખ બનવા બદલ રાજેશભાઈ કાબરીયા ને તથા જિલ્લા ભાજપના મહામંત્રી બનવા બદલ મેહુલભાઈ ધોરાજી તથા અમરેલી જિલ્લા ભાજપના સંગઠનના પ્રભારી બનવા બદલ જસદણના પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…..
ત્યારબાદ જિલ્લા ભાજપના ખજાનચી દિપકભાઈ વઘાસીયા દ્વારા કાર્યકર્તાઓનું સંગઠનમાં યોગદાન આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું…
 તથા જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયાએ આગામી જનસંપર્ક અભિયાન અંતર્ગત તારીખ 30 મે થી 30 જૂન સુધીના વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે જણાવ્યું હતું તથા નરેન્દ્ર ભાઈ મોદી ની કેન્દ્રની સરકારને નવ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ તમામ જન હિતના તથા વિકાસના કામોની માહિતી આપવામાં આવી હતી તથા જનસંપર્ક અભિયાનના તમામ કાર્યક્રમોમાં જોડાવા માટે શહેર ભાજપના તમામ કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી હતી…..
 ત્યારબાદ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા દ્વારા અમરેલી જિલ્લામાં કેવી રીતે અમરેલી શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત શ્રી દિલીપભાઈ સંઘાણી અને પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી અને ભાજપને કેવી રીતે શૂન્ય માંથી શિખર સુધી લઈ જવામા વિતાવેલા સંઘર્ષના દિવસોને યાદ કરી અને ભારતીય જનતા પાર્ટીને અમરેલી જિલ્લામાં પ્રગતિનો અહેવાલ આપ્યો હતો કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા કેવી રીતે પોતાનું બૂથ મજબૂત કરવું તથા બુથ મજબૂત કર્યા બાદ બુથના માધ્યમથી શહેરનું સંગઠન કેમ વધુ મજબૂત બનાવવું તે અંગે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના અંતમાં આભારવિધી શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા દ્વારા કરવામાં આવી હતી…….
આ કારોબારી બેઠકમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા,જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ દીપકભાઈ વઘાસિયા જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ રજાકભાઈ કચરા બક્ષીપંચ મોરચાના મંત્રી ધર્મેન્દ્રગીરી ગોસાઈ, નરેશભાઈ મહેતા,જિલ્લા લીગલ સેલના કન્વીનર પિયુષભાઈ શુક્લ,બકુલભાઈ પંડ્યા શહેર ભાજપના ઉપપ્રમુખો નરેન્દ્રસિંહ પરમાર,તુષાર વાણી,અલ્પેશ અગ્રાવત,ભાવેશ વળોદરા,જતીન સાવલીયા,હિતેશ સેજુ,નાથુભાઈ ધાધલ, હીરાભાઈ મકવાણા, રોહિતભાઈ મહેતા મુકુંદભાઈ મહેતા, અજીજભાઈ ગોરી,અબરાર સૈયદ,ભગીરથભાઈ ત્રિવેદી,નવલભાઈ મકવાણા,એ.વી આકોલીયા, રોહિતભાઈ રાઠોડ,કાશ્મીરાબેન વ્યાસ અલકાબેન ગોંડલીયા પ્રિયંકાબેન પટેલ ગીતાબેન બાવીસી રાકેશભાઈ નાકરાણી જયરાજ રાઠોડ મયુર ખાનપરા પીન્ટુ ગરણીયા હિતેશ વાજા જીગર મકવાણા કમલ વડેરા મનીષભાઈ ધરજીયા વિશાલભાઈ ઠાકર પ્રવીણભાઈ બારૈયા દીપકભાઈ બાંભરોલીયા ચિરાગભાઈ ચાવડા સહિતના અમરેલી શહેર ભાજપના મંડળ મોરચાના હોદ્દેદારો, કારોબારી સભ્યો,શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સહિતના બહોળી સંખ્યામાં કાર્યકર્તા બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા…
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230530-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *