Gujarat

અમરેલી સિવિલ હોસ્પિટલનો ડોકટરોનો સ્ટાફ તેમજ અનેક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો ખડે પગે   

વહેલી સવારે  રાજકોટના ભાઈલાલભાઈ સોલંકીના દીકરાના લગ્ન હોવાથી ધારી તાલુકાના આંબરડી ગામે છગનભાઈ ચોટલિયાને ત્યાં જાન જઈ રહી હતી પરંતુ જાન માંડવે પહોંચે તે પહેલાં રસ્તામાં કોઈ કારણોસર ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા બસ પલ્ટી મારીગઈ હતી અને લગ્ન ગીત ની જગ્યાએ કાળી સિચો સંભળાઈ હતી અને લોકો એકત્રિત થઈ જતાં તમામ ઈજાગ્રસ્તો જાનૈયાઓને  108 મારફતે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા , એક મહિલા ને વધારે ઈજા થતા રાજકોટ ખસેડાયા છે , સમગ્ર વાતની જાણ થતાં જ હોસ્પિટલના ટ્રસ્ટી ચતુરભાઈ ખુટ્ટ , ડૉ.જી.જે. ગજેરા , રાજકીય આગેવાનો  તેમજ પરિવાર જનો  સુરેશભાઈ સોલંકી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તે માટે પ્રયાસો કરાયા હતા આમ અમરેલી સિવિલ હોસ્પીટલનો સ્ટાફ ખડે પગે રહ્યો હતો
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230118-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *