Gujarat

અમારા વિરુદ્ધ પોલીસમાં કેમ ફરિયાદ કરે છે તેવું કહી જેતપુરમાં દારૂનો ધંધો કરતાં પિતા-પુત્રનો યુવાન પર હુમલો 

જેતપુરના બાવાવાળા વિસ્તારમાં શેરી નંબર 5 માં રહેતા દારૂના બુટલેગરને પાડોશમાં દારૂ ન વેચવા બાબતે ટપારવા ગયેલા એક યુવાન પર દારૂનો ધંધો કરતા એવા પિતા-પુત્રએ ઢીકા પાટુનો માર મારી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના બાવાવાળાપરા વિસ્તારના શેરી નંબર પાંચમાં રહેતા અનક  હરસુખ મોડા પોતાના મકાનમાં દારૂનું વેચાણ કરતો હોય પડોશી હાર્દિકભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયા નામનો 29 વર્ષનો યુવાન તેમને દારૂ ન વેચવા માટે ટપારવા ગયો હતો. આવા સમયે લાજવાને બદલે ગાઝેલા અનક હરસુખ  અને તેમના પિતા  હરસુખ ભીખુ મોડા એમ બંને એક સંપ  કરીને હાર્દિકભાઈ ઉપર ઢીકા પાટુનો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની  જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
શહેર પોલીસે બનાવવાળા વિસ્તારમાં લાગેલા સીસી ફૂટેજ સીસી કેમેરામાંથી ફૂટેજના આધારે ઉપરોક્ત હુમલાખોર  પિતા પુત્ર સામે ગુનો નોંધીને ધોરણસરની  કાર્યવાહી હાથ ધરી છે. અત્રે એ નોંધનિય છે કે જેતપુરમાં ચારે બાજુ દારૂના ધંધા શરૂ થઈ ગયા છે. સ્થાનિક પોલીસ ઘડારૂપ કામગીરી કરી  દારૂની બદી હટાવે તેવું લોકો કહી રહ્યા છે.

IMG_20230406_100258.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *