જામનગર તા.૨૪ જાન્યુઆરી, સમગ્ર શિક્ષા જામનગર અને વી.હિયર ઇનોવેશન પ્રા.લિમિટેડ દ્વારા જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં સમાવિષ્ટ શાળાઓમાં અભ્યાસ કરતા શ્રવણમંદ દિવ્યાંગ બાળકો માટે હીયરીંગ ડિવાઇસ એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યું હતું. ગત તા.૨૦ જાન્યુઆરીના રોજ બી.આર.સી. ભવન, દરેડ- જામનગર ખાતે યોજાયેલા કેમ્પમાં ૬૦ જેટલા શ્રવણમંદતાની દિવ્યાંગતા ધરાવતા બાળકોએ ભાગ લીધો હતો. આ તમામ બાળકોને હીયરીંગ ડિવાઇસ આવનારા સમયમાં આપવામાં આવશે.
આ કેમ્પ માટે માર્ગદર્શન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી છત્રપાલસિંહ જાડેજાએ આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર શ્રી હેમાંગીનીબેન દવેએ ઉઠાવી હતી. કાર્યક્રમમાં વી.હિયર કંપનીના સહાયક સલાહકારો, તાલુકાના તમામ બી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રીઓ, સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રીઓ, સ્પેશિયલ એજ્યુકેટર્સ, શાળાના શિક્ષકગણ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહયા હતા, તેમ બી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી પ્રજ્ઞાબેન લીંબડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


