Gujarat

આ જાહેરનામુ તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી રહેશે અમલમા  

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રેલવે લાઈનના ફાટકો ઉપર બેક બોન કંપની તરફથી ઓવર બ્રીજનું કામ ચાલુ કરવાનું હોય, જેથી આ ફાટકોના ટ્રાફિકને ડાયવર્ઝન આપવા આવશ્યક હોવાથી ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજદેવસિંહ ગોહિલ દ્વારા તેમને મળેલ સત્તાની રૂઇએ ફાટકોના ટ્રાફિકને વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરાતનામા અનુસાર વેરાવળમાં રસ્તા પરનો વાહન વ્યવહાર વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે. જેમા વેરાવળ શહેર વિસ્તારમાં આવેલ L.C. નંબર .1 સોમનાથ-વેરાવળ રેલ્વે લાઈન વચ્ચે સોમનાથ વેરાવળ રેલ્વે લાઈન વચ્ચે at 185/2.3 પરનો ટ્રાફિક વેરાવળ બંદર રોડ ઉપરથી ડાયવર્ઝન કરવામાં આવેલ. તેમજ વેરાવળ શહેર વિસ્તારમાં આવેલ L.C. No.130  વેરાવળ-જૂનાગઢ રેલ્વે લાઇન વચ્ચે at 184/01 પરનો ટ્રાફિક હરસિધ્ધી સોસાયટીમાંથી ડાયવર્ઝન કરવામાં આવેલ. આ જાહેરનામુ બહાર પાડયા તારીખથી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી અમલમા રહેશે. જનતાની જાણ તથા અમલવારી માટે આ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *