Gujarat

આ શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે રસ્તે રખડતા મુંગા પશુઓની પણ દેખરેખ રાખવી જોઈએ..ગિરીશભાઈ નાંદોળિયા (મિસ્ત્રી), મુકુંદભાઈ મગનભાઈ દયાળા તેમના ધર્મપત્ની કિરણબેન તથા હસુભાઈ ફ્રુટવાળા જેવા સેવાભાવી યુવાનો હજુ પણ આ ડીઝીટલ યુગનાં પાશ્ર્ચાત્ય સંસ્કૃતિની અસર વચ્ચે ભારતીય સંસ્કૃતિના જીવદયાના સિધ્ધાંતોને અનુસરી સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં જોવા મળે છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હાલ શિયાળાની ઠંડી ખૂબ પડી રહી છે એવી પરિસ્થિતિમાં લોકો માટે ઠંડીથી રક્ષણ મેળવવા માટે વિવિધ પ્રકારના ગરમ વસ્ત્રો ઉપલબ્ધ હોય છે અને લોકો તેનો ઉપયોગ પણ ભરપૂર કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રોડ રસ્તા પર રહેતાં ગરીબ લોકો માટે પણ વિચારવું જરૂરી છે. વળી આ તીવ્ર ઠંડીની  આગાહી વચ્ચે રસ્તે રખડતાં પશુઓ માટે પણ ઠંડીથી રક્ષણ મેળવવા  જીવદયા પ્રેમીઓ કાર્ય કરતાં જોવા મળે છે એવો જ એક કિસ્સો સાવરકુંડલા શહેરના મુકુંદભાઈ દયાળા અને તેના ધર્મપત્ની કિરણબેન અને ગિરીશભાઈ મિસ્ત્રીની નજર સમક્ષ આવ્યો. રસ્તા ઉપર મોટર નીચે ઠંડીથી બચવા માટે વ્યર્થ પ્રયાસ કરતાં એક કુતરી અને તેનાં નાનાં નાનાં ગલુડિયાં ઠંડીથી થરથર ધ્રુજતાં  કિરણબેન અને મુકુંદભાઈ દયાળાએ જોતાં  આ સંદર્ભે તેમણે  ગિરીશભાઈને વાત કરી. અને માટે જ આ ગલુડિયાઓ માટે ઠંડીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવા માટે પોતે ઝૂંપડી જેવું બનાવવા માટે ગિરીશભાઈને વાત કરી. ગિરીશભાઈ પોતે પણ જીવદયા પ્રેમી એટલે તેમણે દેવળા ગેઈટ સ્થિત ફ્રુટનો વ્યવસાય કરતાં હસુભાઈ ફ્રુટવાળાની પાસેથી ફ્રુટનાં લાકડાનાં ખાલી ખોખા લીધા. હસુભાઈએ પણ આ જીવદયાનું કાર્ય હોય વિનામૂલ્યે આ લાકડાની ફ્રુટની ખાલી પેટીઓ આપી. અને ત્યારબાદ ગિરીશભાઈએ પોતાની વ્યવસાયિક બે  કલાક જેટલો કિંમતી સમય બગાડી  આ ગલુડિયાઓને રહેવા માટે સરસ મજાની ઝૂંપડી બનાવી આપી. કિરણબેન અને મુકુંદભાઈ દયાળા (પટેલ ઈલેક્ટ્રોનિક) પોતે પણ ધાર્મિક સ્વભાવના હોય આ કૂતરાના ગલુડિયા માટે શિરો વગેરે બનાવી આપતાં. આમ શેરીના કુતરાનાં ગલુડિયાને ઠંડીથી રક્ષણ મેળવવાની વ્યવસ્થા આ તમામ સેવાભાવી દ્વારા થઈ શકી. ફ્રુટનો વ્યવસાય કરતાં વેપારીઓ કે જેનો  માલસામાન લાકડાનાં ખોખાંમાં આવતો હોય તેવા લોકો જો ગિરીશભાઈને આવા ખોખા વિનામૂલ્યે આપે તો ગિરીશભાઈ પોતે તેમાંથી ઝૂંપડી અને કબૂતરના માળા વિનામૂલ્યે બનાવી આપે. આમ સેવાભાવથી પણ મુંગા અબોલ પશુ પક્ષીઓની સેવા થઈ શકે. પહેલાંના જમાનામાં કોઈ કૂતરી ગલી કે ચોકમાં વિયાંતી એટલે આસપાસ રહેતા નાના નાનાં ટાબરિયાઓ પણ એ ગલુડિયા અને કૂતરી માટે પોતાના વિસ્તારમાંથી ઘઉના લોટનો શિરો કે કાટલું બનાવી ખવરાવતાં અને શિયાળામાં ઠંડીથી બચાવવા માટે કોથળા કે જૂના ફાટેલ ગોદડાથી સરસ મજાની ઝૂંપડી બનાવવતાં જોવા મળતાં. હવે તો ડીઝીટલ વર્ચ્યુઅલ યુગમાં આવા કિસ્સાઓ પણ ખૂબ અલ્પ પ્રમાણમાં જ  જોવા મળે છે. હા, હજુ પણ માનવતા મરી પરવારી નથી. ગિરીશભાઈ નાંદોળિયા (મિસ્ત્રી) કિરણબેન અને મુકુંદભાઈ દયાળા જેવા સેવાભાવીઓ પોતાના વ્યવસાયની કલાકોમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ પાછળ ગાળતાં  જોવા મળે છે. પેલાં  તો અભ્યાસક્રમમાં પણ કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા બે ભુરિયાને બે કાળિયા રેલોલ. આવાં બાલગીતો દ્વારા પણ માનવજગતમાં મુંગા પશુઓ પ્રત્યે લાગણી અને સંવેદનાનું જતન થતું

IMG-20230124-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *