મન્થલી માર્કેટ રિપોર્ટ
રૂ (કોટન) ખાંડીના નવા ત્રણ કોન્ટ્રેક્ટ્સ 13મી ફેબ્રુઆરીથી વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ
જાન્યુઆરી મહિનામાં સોનાનો વાયદો રૂ.2,225 ઊછળ્યોઃ ચાંદી રૂ.584 ડાઊનઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.4,21,043 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7,69,257 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.1,474 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 2થી 31 જાન્યુઆરીના મહિના દરમિયાન 1,57,58,376 સોદાઓમાં કુલ રૂ.11,91,774.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,21,043.07 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7,69,256.89 કરોડનો હતો.
દરમિયાન, એક્સચેન્જે એક પરિપત્ર મારફત જણાવ્યું છે કે કોટન ખાંડી (કેન્ડી)ના નવા ત્રણ કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે 13 ફેબ્રુઆરીથી એમસીએક્સ પર ઉપલબ્ધ બનાવ્યા છે, જેમાં એપ્રિલ-2023, જૂન-2023 અને ઓગસ્ટ-2023 કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય છે.
આ કોટન ખાંડી કોન્ટ્રેક્ટના ધારાધોરણોમાં ટ્રેડિંગનું એકમ 48 ખાંડી (કેન્ડી) (એક ખાંડી એટલે 355.56 કિ.ગ્રા.)નું રહેશે. ક્વોટેશન ખાંડીદીઠ રૂપિયામાં રહેશે, જ્યારે ભાવ ક્વોટ- એક્સ-વેરહાઉસ રાજકોટ (100 કિલોમીટરના વિસ્તારની અંદર), તમામ કરવેરા, ડ્યૂટીઝ, લેવીઝ, લાગુ પડતા ચાર્જિસ સિવાયનું રહેશે. ઓર્ડરનો મહત્તમ જથ્થો 576 ખાંડીનો રહેશે. ટિકસાઈઝ (લઘુતમ ભાવ વધઘટ) રૂ.20ની રહેશે એટલે કે 1 ટિકદીઠ રૂ.960નો નફો/નુકસાન રહેશે. ડિલિવરીનું લોજિક ફરજિયાત ડિલિવરીનું રહેશે. પ્રારંભિક માર્જિન લઘુતમ 8 ટકા અને સ્પાનની ગણતરી આધારિત, એ બંનેમાંથી જે વધુ હોય તે રહેશે.
કોટન ખાંડી કોન્ટ્રેક્ટમાં મહત્તમ છૂટપાત્ર ઓપન પોઝિશન વ્યક્તિદીઠ ગ્રાહક માટે 9,600 ખાંડી (20,000 ગાંસડી)ની અને તમામ ગ્રાહક વતી સભ્ય માટે એકત્રિત ઓપન પોઝિશન 96,000 ખાંડી (2,00,000 ગાંસડી)ની રહેશે. નજીકના મહિનાની ડિલિવરીના સંબંધમાં વ્યક્તિગત ઓપન પોઝિશન 2,400 ખાંડી (5,000 ગાંસડી)ની રહેશે, જ્યારે નજીકના મહિના માટે સભ્ય સ્તરે પોઝિશનની મર્યાદા એકંદરે સભ્ય સ્તરની પોઝિશન મર્યાદાના એક ચતુર્થાંશ જેટલી રહેશે.
કોટન ખાંડીના આ કોન્ટ્રેક્ટ્સમાં ડિલિવરીનું યુનિટ 48 ખાંડી (જેમાં પ્રત્યેક ગાંસડી અંદાજિત 170 કિલોગ્રામ (7 ટકા વધઘટની છૂટમર્યાદા સાથે)ની એવી 100 ગાંસડી)નું રહેશે. આ કોન્ટ્રેક્ટ્સમાં મૂળ ડિલિવરી કેન્દ્ર રાજકોટ (ગુજરાત) રહેશે, જ્યારે વધારાના ડિલિવરી કેન્દ્રોમાં ગુજરાતમાં કડી, મુંદ્રા, મહારાષ્ટ્રમાં યવતમાળ, જાલના, તેલંગાણામાં અદિલાબાદ, મધ્ય પ્રદેશમાં ઈન્દોર, રાજસ્થાનમાં ભિલવાડા, આંધ્ર પ્રદેશમાં ગુંટૂર, કર્ણાટકમાં રાયચુર અને તામિલનાડુમાં સાલેમનો સમાવેશ થાય છે. કોઈપણ વધારાના ડિલિવરી કેન્દ્રો ખાતે કોઈપણ લોકેશન ડિસ્કાઉન્ટ રહેશે નહીં. નવા વધારાના ડિલિવરી કેન્દ્રો વેરહાઉસ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (ડબલ્યુડીઆરએ) પાસેથી એમસીએક્સસીસીએલને મંજૂરી મળ્યા બાદ લાગુ કરવામાં આવશે અને તેની જાણ બજારના અગાઉથી કરવામાં આવશે.
પ્રત્યક્ષ (ફિઝિકલ) તપાસના ગુણવત્તા સંબંધી ધારાધોરણો અને એચવીઆઈ મોડની વાત કરીએ તો ગુણવત્તાના નિયત ધારાધોરણો મુજબ માલ ટેન્ડરેબલ રેન્જની અંદર હોવો જરૂરી છે. તે સિવાયનો માલ ડિલિવરી માટે સ્વિકૃત ગણાશે નહીં. જિનિંગની પેટર્ન રોલર જિન્ડ કોટનની રહેશે.
સમીક્ષા હેઠળના જાન્યુઆરી મહિના દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 39,31,059 સોદાઓમાં કુલ રૂ.2,37,561.60 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.55,052ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,270 અને નીચામાં રૂ.55,040ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2,225ના ઉછાળા સાથે રૂ.57,242ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,828 વધી રૂ.45,558 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.244 વધી રૂ.5,683ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,000ના ભાવે ખૂલી, રૂ.1,971 વધી રૂ.56,864ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.69,503ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,120 અને નીચામાં રૂ.66,769ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.584 ઘટી રૂ.68,829ના સ્તરેના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.531 ઘટી રૂ.68,831 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.527 ઘટી રૂ.68,825ના સ્તરે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 21,20,597 સોદાઓમાં કુલ રૂ.1,10,383.51 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો મહિનાના પ્રારંભે રૂ.6,628ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,781 અને નીચામાં રૂ.6,080ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.139 ઘટી રૂ.6,463 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.128.70 ઘટી રૂ.224.10ના સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 5,796 સોદાઓમાં રૂ.260.61 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,652.50ના સ્તરે બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.60 ઘટી રૂ.997.40 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,01,704.67 કરોડનાં 1,80,257.139 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,35,856.93 કરોડનાં 19,718.659 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.47,302.45 કરોડનાં 7,38,61,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.63,081 કરોડનાં 2203908750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.260.54 કરોડનાં 2510.64 ટનનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,298.343 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 853.774 ટન, ક્રૂડ તેલમાં 583400 બેરલ અને નેચરલ ગેસમાં 51831250 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 435.96 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મહિના દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.1,474.26 કરોડનાં 18,899 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,409ના સ્તરે ખૂલી, 308 પોઈન્ટ વધી 15,698ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,69,256.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.42,838.79 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,569.74 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,83,279.26 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,35,469.94 કરોડનાં કામકાજ થયાં હતાં.
| એમસીએક્સના વાયદાની મન્થલી વધઘટ | ||||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ |
પાકતી તારીખ | ખૂલી (રૂ.) |
વધી (રૂ.) |
ઘટી (રૂ.) |
બંધ (રૂ.) |
વધઘટ (રૂ.) |
| સોનું | 03-02-23 | 55052 | 57270 | 55040 | 57242 | 2225 |
| ગોલ્ડ-ગિની | 31-01-23 | 43752 | 47600 | 43699 | 45558 | 1828 |
| ગોલ્ડ-પેટલ | 31-01-23 | 5448 | 5838 | 5440 | 5683 | 244 |
| સોનું-મિની | 03-02-23 | 55000 | 57001 | 54922 | 56864 | 1971 |
| ચાંદી | 03-03-23 | 69503 | 71120 | 66769 | 68829 | -584 |
| ચાંદી-માઈક્રો | 28-02-23 | 69310 | 70979 | 67002 | 68825 | -527 |
| ચાંદી-મિની | 28-02-23 | 69350 | 70990 | 67025 | 68831 | -531 |
| બુલડેક્સ | 22-02-23 | 15409 | 15772 | 15330 | 15698 | 308 |
| એલ્યુમિનિયમ | 31-01-23 | 208.85 | 227.7 | 201.4 | 227 | 18.5 |
| જસત | 31-01-23 | 267 | 304.45 | 265.55 | 303.1 | 35.1 |
| તાંબુ | 31-01-23 | 718.4 | 802.95 | 705.2 | 782.9 | 64.2 |
| નિકલ | 31-01-23 | 2450 | 2450 | 0 | 2451.5 | -18.5 |
| સીસું | 31-01-23 | 188.7 | 193 | 181.6 | 190.25 | 1.45 |
| ક્રૂડ તેલ | 17-02-23 | 6628 | 6781 | 6080 | 6463 | -139 |
| નેચરલ ગેસ | 23-02-23 | 348.7 | 354.5 | 218.6 | 224.1 | -128.7 |
| કપાસ | 28-04-23 | 1615 | 1690 | 1615 | 1652.5 | -27.5 |
| મેન્થા તેલ | 31-01-23 | 1017.4 | 1080.9 | 969.7 | 997.4 | -16.6 |
