તા. ૨૦-૦૪-૨૦૨૩ના રોજ ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, અમદાવાદ (Noon) ના NCC કેડેટ્સ દ્વારા પ્રાચીન અનાજ (બાજરી, જુવાર, રાગી, રાજગરો, સામો,સનવા જેવા અન્ય અનાજ)ના પ્રચાર પ્રસાર તેમજ તેના દ્વારા શરીરની પોષણક્ષમતા તથા પર્યાવરણ ઉપર તેની અસર તેમજ અત્યારના જીવનમાં ખાદ્યસુરક્ષાના તમામ સ્તર અને સંદર્ભ અંતર્ગત આવરી લેતી તમામ માહિતી *પોસ્ટર મેકિંગ / ડ્રોઇંગ કોમ્પિટિશનનું* આયોજન કરી તેના માધ્યમથી સમાજને ઉપયોગી મહત્વપૂર્ણ સંદેશથી સર્વેને માહિતીગાર કરવાનું કાર્ય ઉત્સાહભેર પાર પાડયું.


