આંતરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત ધો.૦૫ થી ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે ‘યોગ સમર કેમ્પ’ યોજાશે
—
૯ વર્ષ થી ૧૫ વર્ષની વય મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું
—
અમરેલી, તા.૧૯ મે, ૨૦૨૩ (શુક્રવાર) નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળપણથી જ યોગ, પ્રાણાયામ, આસનોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી ‘યોગ સમર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં શાળામાં ધો.પ થી ધો.૧૦ (વય મર્યાદા ૯ વર્ષ થી ૧૫ વર્ષ) ધરાવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક યોગ સમર કેમ્પ યોજાશે. આ યોગ સમર કેમ્પમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ આ લિંક પરથી https://forms.gle/UuUWy5BFTfGYj1V8 રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. યોગ સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ તા.૨૧-૦૫-૨૦૨૩ થી તા.૩૦-૦૫-૨૦૨૩ દરમિયાન રોજ સવારે ૭:૩૦ થી સવારે ૯:૦૦ વાગ્યા સુધી ગીરધરભાઈ સંગ્રહાલય, બાલભવન, જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે આવવાનું રહેશે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. નિયમિત હાજર રહેનાર પ્રથમ ૭૫ શિબિરાર્થીઓને આકર્ષક કીટ આપવામાં આવશે. આ કેમ્પની વધુ માહિતી માટે જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી જયદીપભાઈ ચૌહાણ મો.૯૭૨૩૫૫૬૬૭૯નો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
જય ૦૦૦
