જૂનાગઢ જિલ્લા કોર્ટ માંથી ૧૮૧ અભયમ હેલ્પલાઇન માં કોલ આવેલ કે આંધ્રપ્રદેશ રાજ્યનાં એક મહીલા એકલા બેસી રહેલા છે અને કોર્ટ બંધ થવાનો સમય હોય જેથી તેમની મદદ માટે આવો જેથી કોલ મળતાં ૧૮૧ ની ટીમ ના ફરજ પરના કાઉન્સેલર અરુણા બેન કોલડીયા તથા મહિલા પોલીસ અસ્મિતા બેન ગોંડલીયા અને પાઇલોટ રાહુલ ભાઈ સહિતની ટીમ સ્થળ પર ગયેલ અને મહિલાને મળી ને તેમનુ કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કરેલ અને તેઓ તેલુગુ ભાષા બોલતા હોય જેથી સમજવામાં મુશ્કેલી થતી હોય અને જેથી તેમનો સામાન તપાસતા તેમાંથી ઓળખ કાર્ડ મળી આવેલ જેમાં તેમના ઘર નું સરનામું આંધ્ર પ્રદેશ રાજ્યના કુર્નુલ જિલ્લાના અદોની વિસ્તારના હોઈ તેવું જાણવા મળેલ. મહીલા થોડી માનસિક અસ્વસ્થ જણાયેલ અને રાત્રિનો સમય થતો હોવાથી તેમને ‘સખી’ વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવેલ. આ વાતની જાણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીને કરતા તેમના માર્ગદર્શન હેઠળ ૧૮૧ તથા ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની ટીમે મળી કુર્નુલ જિલ્લા પોલીસ સાથે ટેલીફોનીક સંપર્ક કરેલ અને પરિવારની તપાસ કરવાનું જણાવેલ અને બાદ માં આંધ્ર પ્રદેશ ના કુર્નુલ જિલ્લા પોલીસ સાથે સંપર્ક માં રહેતા પરિવારનો સંપર્ક થઈ જતાં જણાયેલ કે મહીલાનાં બહેન જામનગર જિલ્લામાં રહેતા હોય જેથી આંધ્ર પ્રદેશથી જામનગર આવવા માટે ટ્રેનમાં નીકળેલ અને ભૂલ થી જામનગરને બદલે જૂનાગઢ સીટીમાં આવી પહોંચેલ અને જિલ્લા અદાલતનાં કમ્પાઉન્ડમાં બપોરથી આવી બેઠેલા હોઈ અને કોર્ટનાં અધિકારીઓની મહીલા પર નજર પડતાં પૂછપરછ કરતા ખ્યાલ અવ્યો કે મહીલા ભૂલથી જૂનાગઢ આવી ગયેલા છે જેથી કોર્ટનાં કર્મચારીઓએ સતર્કતા દાખવી મહિલાની સુરક્ષાને ધ્યાને લઇ ૧૮૧ માં કોલ કરી જાણ કરેલ. ત્યારબાદ ૧૮૧ અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મહિલાનાં પરિવાર સાથે સંપર્ક કરી જામનગરમાં રહેતા તેમના બહેન સાથે પુ:ન મિલન કરાવેલ. આમ જૂનાગઢ જિલ્લા કોર્ટના અધિકારીઓ કર્મચારીઓ તથા ૧૮૧ મહીલા હેલ્પ લાઈન અને ‘સખી’ વન સ્ટોપ સેન્ટર અને આંધ્ર પ્રદેશ પોલીસનાં સહયોગથી એક પરિવારથી વિખૂટી પડી ગયેલ મહિલાને પરિવારમાં પુનઃસ્થાપિત કરવામાં સફળતા મળેલ અને મહિલા સહી સલામત મળી આવતા પરિવારે સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરેલ.


