સદ્દનશીબે જાનહાની ટળી,હાઇવે રોડ ઉપર વૃક્ષોમાં એટલી મોટી આગ લાગી કે વાહન ચાલકો અને રાહદરીઓને રોડ ઉપરથી પસાર થવુ મુશ્કેલ હતુ.
હાલ ઉનાળાની સિઝન છે આકાશમાંથી ગરમી નો પ્રકોપ વરસી રહ્યો છે.44 ડીગ્રી કરતા વધુ તાપમાન છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં મિલેટ્રી રોડ ઉપર બરવાળા ચોકડી પાસે લોકો નર્મદા ની સબ કેનાલ ની સફાઈ કરતા હતા ત્યારે વચ્ચે નડતર રૂપ વૃક્ષો સળગાવતા આસપાસમાં રહેલા અન્ય વૃક્ષો સળગતા વિકરાળ આગ લાગી હતી.મિલેટ્રી રોડ હાઇવે જે વાહનો ચાલકો થી ધમધમતો રોડ છે રોડ ની એકદમ નજીક કેનાલ પાસે સફાઈ દરમ્યાન નડતરરૂપ વૃક્ષો સળગાવવાની કામગીરી કરતા હતા તે દરમ્યાન આગ કાબુ બહાર જતી રહી હતી અને આસપાસના વૃક્ષો ભડ-ભડ સળગવા લાગ્યા હતા.બપોર ના સમયે આગ લાગતા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો આગ લાગતા વાહન ચાલકો થયા ને રોડ પર રીતસર ઉભુ રહેવુ પડતુ હતુ.કારણે ધુમાડા ના ગોટે ગોટા અને અગન જ્વાળા ને લીધે રોડ પસાર કરવો લોકો માટે મુશ્કેલ હતો.જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.રોડ ઉપર આગ લાગતા વાહન ચાલકો જીવના જોખમે રોડ પસાર કરતા જોવા મળ્યા હતા.સબ કેનાલ સાફ કરતા સમયે સફાઈ કરી રહેલા લોકોએ આસપાસ ના વૃક્ષો સળગાવતા લાગી હતી આગ.આગ લાગવાને કારણે કેટલાય વૃક્ષો સળગી ગયા હતા.સરકાર અને વન વિભાગ વૃક્ષો વાવો અને પર્યાવરણ નુ જતન કરો તેવુ લોકોને કહેતા હોય છે.જ્યારે વન વિભાગ વૃક્ષો ઉછેર માટે અથાગ મહેનત કરતા હોય છે ત્યારે આવા મોટા વૃક્ષો સળગતા પર્યાવરણ ને કેટલુ નુકશાન થયુ હશે.હવે જોવા નું એ રહ્યુ કે સરકારી તંત્ર અને વન વિભાગ આ આગ લાગવાને કારણે જે લીલાછમ વૃક્ષો સળગી ગયા છે તેની તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવુ રહ્યુ..આ આગની ઘટના ના સમાચાર મીડીયામાં પ્રસિધ્ધ થતા વન વિભાગના સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.હવે આગળ શુ કાર્યવાહી થશે તે જોવુ રહ્યુ….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર