આગામી તા. 29 માર્ચના ધ્રોલમાંતાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
અરજદારોએ આગામી તા. 10 માર્ચ સુધીમાં ધ્રોલ મામલતદાર કચેરીને અરજી કરવાની રહેશે
જામનગર તા. 01 માર્ચ,સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય, તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત, ધ્રોલ ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 29/03/2023 ના રોજ સવારના 11:30
કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલના અધ્યક્ષસ્થાને ધ્રોલ મામલતદાર કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. જેથી, આગામી તા.10 માર્ચ સુધીમાં અરજદારોએ તેમની અરજી ઉપરોક્ત સરનામાં પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ નીચે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત, (1) જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ. અને રજૂ કરેલ પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ તો જ અરજી સ્વીકારવામાં આવશે.
(2) આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.
(3) આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.
(4) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. ધ્રોલ તાલુકાના
તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે ધ્રોલ મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વિરેન્દ્વસિંહ, જલકૃતિ
