આ માટે શહેરની વિવિધ બજારોના વિસ્તારોમાં જીપીસીબીના સર્વે અધિકારીગણ અને બન્ને સંસ્થાના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોએ જુદા-જુદા વર્ગના ગ્રાહકોને તેમજ ફેરીયાઓ / દુકાનદારોને નિ:શુલ્ક કાપડની થેલીઓનું વિતરણ કરેલ અને ઘરવપરાશની ચીજવસ્તુઓની ખરીદી વખતે હમેશા કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી. લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેનન્ટ બાબતે શહેરના નાગરીકોને જાગૃત કરવા માટે પ્લાસ્ટિક કેરીબેગનો ઉપયોગ બંધ કરવા અને તેને બદલે કાપડની થેલીઓના વપરાશ કરવા અનુરોધ કરવામાં આવેલ.
મીશન લાઇફ અંતર્ગત યોજાયેલા કાપડની થેલીઓના વિતરણમાં જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન તથા રોટરી ક્લબ ઓફ જેતપુરના સર્વે હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો હાજર રહી વિતરણ વ્યવસ્થામાં સુંદર સહયોગ આપેલ. તે બદલ એશોસીએશનના પ્રમુખશ્રી જયંતિભાઇ રામોલિયા અને રોટરી ક્લબ ઓફ જેતપુરના પ્રમુખશ્રી ભરતભાઇ વેકરીયાએ આભાર વ્યક્ત કરેલ છે અને મીશન લાઇફ અંતર્ગત લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટની થીમની અમલવારી કરવા નિર્ધાર વ્યક્ત કરેલ છે.


