Gujarat

આજરોજ તારીખ ૧૩.૩.૨૩.ને રવિવારને દીવસે સવારે ૮  થી બપોરે ૧ વાગ્યા સુધીમાં  ૪ ટ્રેકટર લાકડાં સાવર સ્મશાન માંટે લાકડાંનું દાન મળ્યું.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં નવાં બસસ્ટેન્ડ સામે  માલિકીની જગ્યામાંથી  ૪  ટ્રેકટર લાકડાં સરફરાઝભાઈ પઠાણ અને વીર ભગતસિંહ ગ્રૂપના મહામંત્રી મીલનભાઈ રૂપારેલીયાએ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી જયસુખભાઇ નાકરાણી અને નગરપાલિકાના સદસ્ય કમલેશભાઇ રાનેરાને  સાથે લઇને સ્થળ ઉપર જ કાપીને તૈયાર કરેલ ૪ ટ્રેકટર લાકડાં સ્મશાન માટે આજે આપેલ છે. તેમજ સાવરકુંડલા કે.કે.મહેતા સિવિલ હોસ્પિટલના અધિક્ષકશ્રીએ  શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીને જાણ કરીને હોસ્પિટલમાં નડતર રૂપ અને બાંધકામ કરવામાં નડતર રૂપ થતાં આ સુકાઇ ગયેલા ૪ ઝાડના લાકડાં ૪ ને સ્મશાન માંટે લાકડાં લઈ જવાનું કહેતાં આ લાકડાં પણ આજે રવિવારે હોસ્પિટલમાંથી  જે .સી. બી .ની મદદથી આજે કપાવી દીધેલ છે. ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઇ દોશી, ઉપ પ્રમુખ જયસુખભાઇ નાકરાણી, ચીફ ઓફિસર બોરડ સાહેબ, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને  નગરપાલિકાના તમાંમ સદસ્યો સ્મશાનમાં લાકડાં આપવા બદલ  સરફરાઝભાઈ પઠાણ વીર ભગતસિંહ ગ્રૂપના  મીલનભાઈ રૂપારેલીયા અને કે.કે., હોસ્પિટલના અધિક્ષકશ્રીનો આભાર માને છે .તેમ  સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીની યાદી જણાવે છે

IMG-20230312-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *