આજરોજ શ્રી પીઠડ તાલુકા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક રાકેશભાઈ ફેફર દ્વારા બાળકોને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના મહત્વ અને ઉજવણી પાછળના હેતુ વિશે જરૂરી માહિતી આપવામાં આવી. ઉજવણીના ભાગ રૂપે બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બાળકોએ પોતાની રીતે બનાવેલ વિવિધ મોડેલ, પ્રોજેક્ટ, ચિત્રો અને વિજ્ઞાનને લગતી અવનવી માહિતી રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર અને એમના દ્વારા થયેલ વિવિધ શોધ વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા. ગણિત વિજ્ઞાન શિક્ષક દ્વારા પ્લાસ્ટિક દ્વારા પર્યાવરણને થતાં નુકસાન વિશે સુંદર માહિતી આપવામાં આવી. આ પ્રકારના પ્રદુષણને ઘટાડવા સૌએ સાથે મળીને પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવાનો સંકલ્પ કર્યો હતો. એક નવી પહેલ કરતા ધોરણ 6 થી 8 ના 67 બાળકોએ ફ્રાઈમ્સ (પેકેટમાં વેચાતો સ્વાસ્થ્ય માટે હાનીકારક નાસ્તો) ન ખાવાનો સુંદર સંકલ્પ કર્યો હતો. આ રીતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જ્ઞાનવર્ધક ઉજવણી કરવામાં આવી……………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા……….


