Gujarat

આણંદમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઇલનું વેચાણ કરતા ત્રણ ઝડપાયા, ૭ લાખની કિંમતના ૭૦ મોબાઈલ કબ્જે લીધા

આણંદ
રાજ્યમાં મોબાઈલનો વપરાશ વધ્યો છે શહેર ગામડે અને ગલીઓમાં પણ હવે મોબાઈલ રિપેરિંગ અને સેલ્સની દુકાનો ખુલી છે.મોબાઈલ વપરાશકર્તાને નિતનવા અને આકર્ષક મોબાઈલનો મોહ વધી રહ્યો છે.આ તકનો લાભ લેવા ધૂતરા ગુનેગારો પણ સક્રિય થઈ ગયા છે.બોરસદ રૂરલ પોલીસે ડુપ્લીકેટ મોબાઈલ વેંચતા મધ્યપ્રદેશના ત્રણ ઈસમોને ઝડપ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે બોરસદ પાસે આવેલ ડભાસી- બોચાસણ ટોલપ્લાઝા પાસે ત્રણ ઈસમો આધાર પુરાવા વગરના મોબાઇલોનુ વેચાણ કરે છે.જે આધારે પોલીસ ટીમ બાતમીવાળા સ્થળે પહોંચી આ ત્રણેય ઈસમોને ટોલપ્લાઝા ખાતેથી ૭૦ મોબાઇલ સાથે દબોચી લીધા હતા.આ મોબાઈલની કિંમત આશરે રૂ.૭,૩૫,૦૦૦ આંકવામાં આવી હતી.આ ઈસમોની વિગતવાર પુછપરછ કરતા તેઓ પાસે આ મોબાઈલ ખરીદીના કોઈ જ બીલ કે આધાર પુરાવા મળી શક્યા નહોતા.પોલીસ દ્વારા નામઠામની પૂછપરછ કરતા આ તમામ ઇસમો સાહીલ પવનસિંહ પવાર ,આનંદ બીસરામ મોહીતે , વિકાસ સવન પવાર તમામ રહે.વોર્ડ નં.૧૩ દીનદયાલનગર બોરગાવ બુજુર્ગ તા પન્નાના જી.ખંડવા (મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે આ મોબાઇલોની વિગતવાર ટેક્નીકલ તપાસ કરતા આ મોબાઇલો જીટ્ઠદ્બજેહખ્ત તથા ર્ંॅॅર્ કંપનીના ડુપ્લીકેટ ડીવાઈસ હોવાનું માલુમ પડ્યું હતું.વળી સમયાંતરે આ મોબાઇલો બંધ થઇ જતા હોય તેવુ તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું. આ બાબતે પકડાયેલ ઇસમોને પુછપરછ કરતા યોગ્ય આધાર પુરાવા રજુ કરી શકેલ નહોતા. આ ધૂતરા ઈસમોએ પોલીસ પૂછપરછમાં કબુલ્યું કે તો આ તમામ ડુપ્લીકેટ મોબાઇલો તેઓ મુંબઈ ચાઈના માર્કેટમાંથી ખરીદ કરી લાવતા હતા.જે ડુપ્લીકેટ મોબાઇલની ખરીદ કિંમત ચાઈના માર્કેટમાં મોબાઈલ દીઠ એક હજાર અને બે હજારની જેવી જ હોય છે. આમ સાવ સસ્તી લાવવામાં આવેલ ડુપ્લીકેટ મોબાઈલ તેઓ તગડો નફો ઉમેરી સામાન્ય લોકોને બ્રાન્ડેડ કંપનીના નામે ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચી કિંમતે વેચી છેતરી રહ્યા હતા.બોરસદ રૂરલ પોલીસે આ ડુપ્લીકેટ મોબાઈલ ગેંગને ઝડપી ત્રણેય ઇસમોની ધરપકડ કરી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *