બોડેલી ખાતે કરવામાં
જાન્યુઆરીના સવારે ૦૯:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ટી.સી. કાપડિયા કોલેજના પટાંગણ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.
આજે તા. ૨૬મી, જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ઉપલક્ષમાં છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોડેલી ખાતે કરવામાં આવશે. જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે.
સવારે ૦૯:૦૦ કલાકે જિલ્લા કલેકટર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ત્યાર બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે. તેમજ પોલીસ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ પણ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવશે.
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લાની તેમજ બોડેલી નગરની જનતાને ઉપસ્થિત રહેવા માટે આયોજકો તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
