Gujarat

આશાદીપ વિદ્યાનગર  ખાતે જેન્ડર ઇક્વાલીટી વિષયે તાલીમ યોજાઇ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર ખાતે તા. 21 જાન્યુઆરીના રોજ વડોદરાની સહજ સંસ્થા દ્વારા જેન્ડર ઇક્વાલીટી વિષયે એક દિવસની તાલીમ યોજાઇ હતી જેમાં આશાદીપના સ્ટાફે ભાગ લીધો હતો. સહજ સંસ્થાના માનુષીબેન તથા સંગીતાબેન દ્વારા સંચાલિત આ તાલીમના વિવિધ સેશનોમાં પાવર પોઇન્ટ તથા શોર્ટ વિડીયો મારફતે જેન્ડર સમાનતાને લગતા મહત્વના મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી. પ્રસ્તુત તાલીમમાં સત્તાના પ્રકારોની મુદ્દાસર ચર્ચા દ્વારા જેન્ડર અસમાનતા, સમાનતા અને ન્યાયની ઉંડી સમજ ઉપસ્થિત કાર્યકર્તાઓએ વિકસાવી હતી. તાલીમના સફળ સંચાલન બદલ આશાદીપ તરફથી આ બન્ને તાલીમકારોનો આભાર માનવામાં આવ્યો હતો.

IMG-20230121-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *