( બાબરા લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાના વરદ હસ્તે નાળાનું લોકાર્પણ કરાયું )
આસોદર ગામે 15 લાખના ખર્ચે તૈયાર થયેલ નાળાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગામના લોકોની ઉપસ્થિતમાં બાબરા લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાના વરદ હસ્તે નાળાનું લોકાર્પણ કરાયું હતું તેમજ ગામ લોકો દ્વારા ધારાસભ્યશ્રીનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં આસોદર ગામના ભાજપ આગેવાનોએ ધારાસભ્યશ્રીનું સન્માન કર્યુ હતું આ તકે અમરેલી જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ સુતરિયા,અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મગનભાઈ કાનાણી,રાવતભાઇ ગરણિયા તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાનું સન્માન કરાયું હતું.
: આદીલખાન પઠાણ ( બાબરા )


