Gujarat

ઇ-શ્રમ કાર્ડ યોજનાના લાભાર્થીઓને અકસ્માત મૃત્યુ વીમામાં બે લાખની સહાય મળે છે

જૂનાગઢ જિલ્લામાં અસંગઠિત શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ યોજના હેઠળ આવરી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા અસંગઠિત શ્રમિકોની નોંધણી માટે યોજના અમલી બનાવેલ છે. આ યોજના મારફત અસંગઠિત શ્રમિકોને અકસ્માત મૃત્યુ વીમા તરીકે રૂપિયા બે લાખ અને ખિસ્સામાં રૂપિયા એક લાખ વીમા સ્વરૂપે મળવાપાત્ર છે. તથા ભવિષ્યમાં ભારત સરકારશ્રીની તમામ સામાજિક સુરક્ષાના લાભો આ ઇ-શ્રમ કાર્ડ મારફત મળવાપાત્ર છે

જૂનાગઢ જિલ્લામાં હાલમાં સરકારશ્રી દ્વારા ઝુંબેશના ધોરણે અસંગઠિત શ્રમિકોની નોંધણી તમામ ગ્રામ પંચાયતોમાં વીસીઇ મારફત, તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં, નગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં, મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં તથા તમામ સસ્તા અનાજના દુકાનદાર મારફત કરવામાં આવી રહી છે. આથી તમામ લાભાર્થીઓને આ યોજનાનું મહત્તમ લાભ લેવા તથા નજીકના નોંધણી કેન્દ્ર ખાતે પોતાની નોંધણી કરાવવા અપીલ કરવામાં આવે છે. ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે પોતાનો આધારકાર્ડ, બેંક પાસબુક તથા મોબાઈલ સાથે રાખવા જૂનાગઢ મદદનીશ શ્રમ આયુક્તશ્રી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *