Gujarat

ઈકબાલગઢ ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપનિલ ખરે IAS વરદહસ્તે નમો લાયબ્રેરી નું ઉદધાટન કરવામાં આવ્યું*

*મોટા શહેરોમાં જે સુવિધાઓ મળે છે તેવી અત્યાધુનિક સુવિધાથી સજ્જ નમો લાયબ્રેરી છે.*
ઈકબાલગઢ આજુ બાજુના વિદ્યાર્થીઓ પોતાના જ વિસ્તારમાં ઘર નજીક ઉપયોગ કરીને સરકારશ્રીની વિવિધ ભરતીઓ માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી શકે તેવા શુભ આશયથી *નમો લાયબ્રેરી* બનાવવામાં આવેલ છે. નમો લાયબ્રેરી ના ઉદધાટન પ્રસંગે અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રવિણભાઈ પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા મહામંત્રીશ્રીઓ ચેતનસિંહ રાજપુત અને ભગવાનભાઈ ઠાકોર, સરપંચશ્રી રાજુભાઈ અગ્રવાલ, તાલુકા ઉપપ્રમુખ નરેશભાઈ અગ્રવાલ, શક્તિ કેન્દ્ર સંયોજક પોપટભાઈ ઠાકોર, ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામજનો અને યુવાનો હાજર રહ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230426-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *