સબસેન્ટ હોય પરંતુ વધુ સારવાર માટે ૨૫ કિ.મી. દૂર નવાબંર પ્રા.આરોગ્ય કેન્દ્ર સુધી જવા મજબુર….
ઊના તાલુકાનુ સૈયદ રાજપરા ગામ છેવાડાનો વિસ્તાર આવેલો છે આ ગામ ૧૨૦૦૦ જેટલી વસ્તી ધરાવતુ હોય અને ગામના
લોકોની મુખ્ય આજીવિકા માછીમારી સાથે સંકળાયેલી છે. તેમજ અન્ય ગામોના લોકો પણ રોજગારી માટે સૈયદ રાજપરા ગામમા
આવી વસવાટ કરે છે. સૈયદ રાજપરા બંદર વસ્તી તથા વિસ્તારમા મોટુ છે તેમ છતાં આ ગામમાં લોકોના આરોગ્ય માટેની
સુવિધાઓને લઈ પ્રશ્ન હોય આરોગ્યની સેવા માટે આરોગ્ય સબ સેન્ટર આવેલુ જે આરોગ્ય સબ સેન્ટર નવાબંદર પ્રાથમીક આરોગ્ય
કેન્દ્ર સંચાલીત છે જે સૈયદ રાજપરા ગામથી આશરે ૨૫ કિ.મી. દુર નવાબંદર આવેલ છે. તેથી બંદર કાંઠાના ઘણા આરોગ્ય લક્ષી
પ્રશ્નો બાબતે હેરાન પરેશાન થઇ રહ્યા છે. આથી ગામમા પ્રા. આરોગ્ય કેન્દ્ર ફાળવવામા આવે તો ગામના અનેક આરોગ્ય લક્ષી
બાબતોનું નિરાકરણ આવે તેમ છે. જેથી ગામમાં પ્રા. આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તેવી યોગ્ય કામગીરી કરવામા આવે તેવી ગ્રામ
પંચાયત સરપંચ ભરતભાઇ કામળીયા દ્રારા માંગણી કરી હતી.
નવાબંદર મુકામે ૨૫ કિ.મી. જેટલુ દૂર આરોગ્ય કેન્દ્ર હોવાથી ઘણા નાની-નાની બીમારી ધરાવતા લોકો સારવાર માટે ખાનગી
હોસ્પીટલોમાં જતા રહે છે ગામમાં સબ સેન્ટર આવેલ છે તે દેલવાડા પ્રા. આરોગ્ય કેન્દ્ર સાથે સલગ્ન કરી દેવામાં આવે તો લોકોની
મુશ્કેલી દૂર થાય તેમ છે. જોકે નવાબંદર જવા માટે સમયસર વાહન મળવુ મુશ્કેલ છે. અને પ્રથમ દેલવાડા ગામેથી જવુ પડે છે. આથી
દેલવાડા ખાતે આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સાથે સબ સેન્ટરનો સમાવેશ કરવામા આવે તો મોટી હાલાકી દૂર થશે. જેથી તંત્ર દ્રારા
તાત્કાલીક ધોરણે યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામ પંચાયત દ્રારા રાજ્યના આરોગ્ય અને પરવાર કલ્યાણ
વિભાગને ગાંધીનગર લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે.
