એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી સમયસર સારવાર મળી.
ઉના શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં શહેર અને ઉના
ગીરગઢડા તાલુકાના લોકો આ શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા. ત્યારે આ શોભાયાત્રા દરમિયાન સાંજના
સમયે આટલી હજારોની સંખ્યા વચ્ચે એક ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ જે દર્દીને લેવા માટે ચાચકવડ ગામે
જઈ રહી હતી. ત્યારે આ શોભાયાત્રામાં વિવિધ સ્થળોએ ડીજે સાઉન્ડ બંધ રાખી અને લોકો રસ્તો ખુલ્લો કરી
આપતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સરળતાથી રસ્તો પસાર કરી દર્દીને લેવા પહોંચી ગયેલ હતી. અને
દર્દીને સમયસર પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમા મળી ગયેલ. બાદમા તાત્કાલિક ઉના હોસ્પિટલે
ખસેડવામાં આવ્યા હતા.
આમ ઇમરજન્સી 108 કર્મી પાઇલોટ હરપાલસિંહ ઝાલા તેમજ વરૂણભાઇ પંપાણીયા દર્દી સુધી સમયસર
પહોંચી ગયેલ અને તેમને જણાવેલ કે જ્યારે એમ્બ્યુલન્સ ટાવર ચોક પહોંચતા 108ના સાઈરન વાગતા
લોકોએ રસ્તો ખુલ્લો કરી આપતા વડલા ચોક સુધીમાં હજારની સંખ્યામાં લોકો વચ્ચેથી 2કિ.મી.નું અંતર
સહેલાઈથી પસાર થઈ ગયેલા હતા. અને આ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પસાર થતી વખતે રસ્તા પર
તમામ ડી. જે સાઉન્ડ સિસ્ટમ બંધ કરી આપેલ અને શોભાયાત્રામાં તમામ લોકો રસ્તાની એક સાઈડમાં ઉભા
રહીને રસ્તો ખુલ્લો કરી આપેલ હતો..


